મુંબઇ, 10 જૂનઃ વિપ્રો લિમિટેડના પ્રમોટર એન્ટિટીએ રૂ.5057 કરોડના મૂલ્યના 1.93 ટકા શેર વેચ્યા હોવાનું બજારમાં ચર્ચાય છે. બ્લોક ડીલ ડેટા અનુસાર પ્રમોટર એન્ટિટી અઝિમ પ્રમેજી ટ્રસ્ટે વિપ્રોના 20.23 કરોડ ઈક્વિટી શેર (1.93 ટકા ઈક્વિટી) શેર સરેરાશ રૂ.250ના ભાવથી ઓપન માર્કેટ ટ્રાન્ઝેક્શનથી વેચ્યા હતા, જેનું મૂલ્ય રૂ.5057 કરોડ થાય છે. જોકે આ શેર પ્રઝિમ ટ્રેડિંગ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ કંપની, હાશમ ટ્રેડર્સ અને પ્રઝિમ ટ્રેડર્સે એ જ ભાવથી ખરીદ્યા હતા. આ ત્રણેય પણ પ્રમોટ ગ્રુપનો જ ભાગ છે. અગાઉ નવેમ્બરમાં પણ પ્રઝિમ ઈન્વેસ્ટે 8.49 કરોડ શેર ખરીદ્યા હતા જેનું મૂલ્ય રૂ.4757 કરોડ હતું.

સુઝલોન એનર્જીમાં પ્રમોટરોએ બ્લોક ડીલથી રૂ.1309 કરોડના મૂલ્યના શેર વેચ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. પ્રાપ્ત ડેટા અનુસાર સોમવારે સુઝલોનના કુલ 20 કરોડ શેરનું ટ્રેડિંગ પ્રી-માર્કેટ બ્લોક ડીલ વિન્ડો હેઠળ થયું હતું. તંતી ફેમિલી એન્ડ ટ્રસ્ટ સુઝલોનના અંદાજે 1.46 ટકા ઈક્વિટી શેર વેચ્યા હતા જેનું મૂલ્ય રૂ.1309 કરોડ થાય છે. કોણે આ શેર ખરીદ્યા તે હાલ તાત્કાલિક માલૂમ થયું નથી. ફ્લોર પ્રાઈસ શેરદીઠ રૂ.64.75 હતી જે શુક્રવારના બંધ ભાવ કરતાં 2.9 ટકા ડિસ્કાઉન્ટ હતું. આ સાથે કંપનીમાં 180 દિવસનો લોક-ઈન પીરિયડ લાગુ થશે, જેથી વધારાના શેરનાં વેચાણ પર બ્રેક લાગશે. શેરહોલ્ડિંગ ડેટા અનુસાર માર્ચના ક્વાર્ટરમાં પ્રમોટરોનું સુઝલોનમાં 13.25 ટકા હોલ્ડિંગ હતું. આ બ્લોક ડીલ પછી પ્રમોટરોનું હોલ્ડિંગ ઘટીને 11.75 ટકા રહ્યું છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)