અમદાવાદ, 20 ઓક્ટોબર: યસ બેંકે તેના નાણાંકીય વર્ષ 2026ના બીજા ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કર્યા છે જેમાં ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 18.3 ટકા વધીને રૂ. 654 કરોડ થયો છે. બેંકનો ઓપરેટિંગ નફો વાર્ષિક ધોરણે 32.9 ટકા અને ત્રિમાસિક ધોરણે 31.8 ટકા વધીને રૂ. 1,296 કરોડ થયો છે.

નાણાંકીય વર્ષ 2026ના બીજા ત્રિમાસિક ગાળા માટે નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ (NII) વાર્ષિક ધોરણે 4.6 ટકા વધીને રૂ. 2,301 કરોડ થઈ હતી. ત્રિમાસિક ગાળા માટે નેટ ઇન્ટરેસ્ટ માર્જિન (NIM) 2.5 ટકા રહ્યું હતું જે વાર્ષિક ધોરણે 10 બેસિસ પોઇન્ટ્સ વધ્યું હતું. નાણાંકીય વર્ષ 2026ના બીજા ત્રિમાસિક ગાળા માટે નોન-ઇન્ટરેસ્ટ ઇન્કમ રૂ. 1,644 રહી હતી.

નાણાંકીય વર્ષ 2026ના બીજા ત્રિમાસિક ગાળા માટે ઓપરેટિંગ નફો ત્રિમાસિક ધોરણે 32.9 ટકા અને ત્રિમાસિક ધોરણે 31.8 ટકા વધીને રૂ. 1,296 કરોડ રહ્યો હતો. બેંકે સતત પાંચમા ત્રિમાસિક ગાળા માટે તેનો કોસ્ટ-ટુ-ઇન્કમ રેશિયો ઘટાડીને નાણાંકીય વર્ષ 2026ના બીજા ત્રિમાસિક ગાળામાં 67.1 ટકા કર્યો હતો. નાણાંકીય વર્ષ 2026ના બીજા ત્રિમાસિક ગાળા માટે રિટર્ન ઓન એસેટ્સ (ROA) 0.6 ટકા રહ્યું હતું જે નાણાંકીય વર્ષ 2026ના પહેલા ત્રિમાસિક ગાળામાં 0.5 ટકા હતું.

બેલેન્સ શીટે સતત હકારાત્મક ગતિ બતાવી છે. કુલ ડિપોઝીટ્સ વાર્ષિક ધોરણે 6.9 ટકા અને ત્રિમાસિક ધોરણે 7.4 ટકા વધીને રૂ. 2,96,726 કરોડ રહી હતી. CASA રેશિયોમાં નોંધપાત્ર સુધારો થયો હતો જે વાર્ષિક ધોરણે 170 બેસિસ પોઇન્ટ્સ અને ત્રિમાસિક ધોરણે 90 બેસિસ પોઇન્ટ્સ વધીને 33.7 ટકા થયો હતો. કુલ ધિરાણો વાર્ષિક ધોરણે 6.4 ટકા અને ત્રિમાસિક ધોરણે 3.8 ટકા વધીને રૂ. 2,50,212 કરોડ રહ્યા હતા.

નાણાંકીય વર્ષ 2026ના બીજા ત્રિમાસિક ગાળામાં SMBC 24.2 ટકા હિસ્સા સાથે યસ બેંકની સૌથી મોટી શેરહોલ્ડર બની છે અને રાજીવ વીરવલ્લી કન્નન અને શ્રી શિનિચિરો નિશિનોને નોન-એક્ઝિક્યુટિવ અને નોન-ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. સ્થાનિક એજન્સીઓ દ્વારા બેંકનું ક્રેડિટ રેટિંગ AA- માં અપગ્રેડ કરવામાં આવ્યું છે. બેંકે નાણાંકીય વર્ષ 2026 માટે નિર્ધારિત 80 શાખાઓમાંથી 43 શાખાઓ ખોલી છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)