અમદાવાદ, 13 ફેબ્રુઆરી: ઝાયડસ લાઇફસાયન્સિસ લિમિટેડે (તેની પેટા અને સહયોગી કંપનીઓ સહિત) નેધરલેન્ડની સિનથોન બીવી સાથે અનડિસ્ક્લોઝ્ડ ટાર્ગેટ માટે નોવેલ 505(B)(2) ઓન્કોલોજી પ્રોડક્ટના એક્સક્લુઝિવ ડેવલપમેન્ટ, લાઇસન્સિંગ, સપ્લાય અને કમર્શિયલાઇઝેશન કરાર ઉપર હસ્તાક્ષર કર્યાંની જાહેરાત કરી છે.

આ કરારની શરતો હેઠળ સિનથોન ફિનિશ્ડ પ્રોડક્ટના ડેવલપમેન્ટ, મેન્યુફેક્ચરિંગ અને સપ્લાય માટે જવાબદાર રહેશે. ઝાયડસ યુએસમાં પ્રોડક્ટના એનડીએ દાખલ કરવાની અને તેને કમર્શિયલાઇઝ કરવા માટે જવાબદાર રહેશે. આ 505(B)(2) ઓન્કોલોજી પ્રોડક્ટ વર્ષ 2026માં ફાઇલ થવાની સંભાવના છે તથા દવાઓના ભારણ, ડોઝમાં વધઘટ માટેની ફ્લેક્સિબિલિટી અને દર્દીઓના વધુ સારા અનુપાલન પ્રદાન કરવાના હેતુસર વધુ કાર્યક્ષમતા પ્રદાન કરશે.

આ અંગે પ્રતિક્રિયા આપતાં ઝાયડસ લાઇફસાયન્સિસ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ડો. શર્વિલ પટેલે જણાવ્યું હતું કે, અમે યુએસ માર્કેટમાં આ જટિલ ડ્રગ પ્રોડક્ટના કમર્શિયલાઇઝેશન માટે સિનથોન સાથે ભાગીદારી કરતાં ઉત્સાહિત છીએ. અમને વિશ્વાસ છે કે અમારા સંસાધનો અને નોલેજથી અમે દર્દીઓ અને હીતધારકોની મહત્વપૂર્ણ જરૂરિયાતોને પૂર્ણ કરી શકીશું.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)