HDFC Bankનો શેર 2 ટકા વધ્યો, એલઆઈસીને 4.8 ટકા હિસ્સો ખરીદવાની મંજૂરીની અસર
અમદાવાદ, 29 જાન્યુઆરીઃ એચડીએફસી બેન્કના શેરમાં ભારે વેચવાલી બાદ આજે 2 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. આ ઉછાળા પાછળનું કારણ નિષ્ણાતો એલઆઈસીને વધારાનો હિસ્સો ખરીદવા મળેલી મંજૂરી આપી રહ્યા છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (LIC)ને એચડીએફસીમાં વધુ 4.8 ટકા હિસ્સો ખરીદવા મંજૂરી આપી છે. આ સાથે એલઆઈસીનો એચડીએફસી બેન્કમાં હિસ્સો વધી 9.99 ટકા થશે.
આરબીઆઈએ એલઆઈસીને 24 જાન્યુઆરી, 2025 સુધીમાં શેરહોલ્ડિંગ હસ્તગત કરવાની મંજૂરી આપી હોવાનું બેન્કે એક્સચેન્જ ફાઈલિંગમાં જણાવ્યું હતું. LIC એ એ પણ સુનિશ્ચિત કરવું જોઈએ કે તેની એકંદર હોલ્ડિંગ પેઇડ-અપ શેર મૂડી અથવા બેન્કના મતદાન અધિકારોના 9.99 ટકાથી વધુ ન હોય.
એચડીએફસી બેન્કે ડિસેમ્બર ત્રિમાસિકના પરિણામો અંદાજ પ્રમાણે જારી ન કરતાં શેર 14 ટકા તૂટ્યો હતો. માર્જિન, શેરદીઠ કમાણી તેમજ ડિપોઝીટ ગ્રોથમાં અપેક્ષાની તુલનાએ ઘટાડો નોંધાતા શેરમાં વેચવાલીનું પ્રેશર વધ્યું હતું. 24 જાન્યુઆરી,2024ના રોજ શેર 1382.40ની વાર્ષિક બોટમે પહોંચ્યો હતો.
બીએસઈ ખાતે એચડીએફસી બેન્કનો શેર આજે 2 ટકાથી વધુ ઉછાળા સાથે 1462.85ની સપાટીએ પહોંચ્યો હતો. જે 11.02 વાગ્યે 1.15 ટકા સુધારા સાથે 1451.80 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
ત્રીજા ક્વાર્ટરમાં, HDFC બેન્કની ચોખ્ખી વ્યાજની આવક (NII) ત્રિમાસિક ગાળામાં 4 ટકા વધી હતી, જે ગ્રોસ એડવાન્સિસમાં 4.9 ટકા ક્રમિક વૃદ્ધિને કારણે હતી, જ્યારે તેનો ચોખ્ખો નફો 2.5 ટકા વધીને ત્રિમાસિક ગાળામાં જંગી ટ્રેઝરી ગેઇન અને રૂ. 1,500 કરોડના ટેક્સ રાઈટ-બેકને આભારી હતો. કોસ્ટ ઓફ ફંડ્સ તથા ઉધાર ખર્ચમાં વધારો ઉપરાંત બેન્કિંગ જાયન્ટ માટે નેટ ઈન્ટરેસ્ટ માર્જિન (NIMs)માં મર્યાદિત વિસ્તરણના પગલે FY24 Q3માં 3.6 ટકા પર ફ્લેટ રહી હતી.
HSBCના નિષ્ણાતો બેન્કના શેર પર “ખરીદો” કૉલ ધરાવે છે પરંતુ ટાર્ગેટ પ્રાઈસ રૂ. 2,080થી ઘટાડીને રૂ. 1,950 કરી છે. NIM વિસ્તરણ નાણાકીય વર્ષ 2024-26 દરમિયાન 15 બેઝિસ પોઈન્ટ રહેવાની શક્યતા દર્શાવી છે. જે અગાઉ 30bps હતો. શેર ટૂંકાગાળામાં પ્રેશરમાં રહેવાના સંકેત સાથે શેરદીઠ કમાણી ઘટાડી FY24/25/26 માટે અનુક્રમે 0.8 ટકા, 7.8 ટકા અને 5.8 ટકા કરી છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)