અમદાવાદ,1 ડિસેમ્બર: UNION મ્યુચ્યુઅલ ફંડે તેની લેટેસ્ટ ઓફરિંગ-યુનિયન કન્ઝપ્શન ફંડ લોંચ કર્યું છે, જે કન્ઝપ્શન થીમ પર આધારિત એક ઓપન-એન્ડેડ ઈક્વિટી સ્કીમ છે. ન્યૂ ફંડ ઓફર (એનએફઓ) 01 ડિસેમ્બર 2025ના રોજ ખુલશે અને 15 ડિસેમ્બર 2025ના રોજ બંધ થશે.

આ ફંડ લોંચ એવા સમયે થઈ રહ્યું છે કે જ્યારે ભારતનું અર્થતંત્ર એક મહત્વના વળાંક પર છે. છેલ્લા એક વર્ષમાં સરકારે 5 મહત્વના પગલાં ભર્યાં છે-

  • નાણાકીય વર્ષ 2026માં ટેક્સ રેટમાં ઘટાડો
  • જીએસટી 2.0ની સમીક્ષા,
  • 8મું પગાર પંચ,
  • નીચા સ્તરે ફુગાવાને જાળવી રાખ્યો અને
  • આરબીઆઈની સતત દરમિયાનગીરી તથા સારા ચોમાસાને લીધે પરાશયુક્ત એટલે કે કન્ઝપ્શનમાં મોટું પરિવર્તન આવી શકે છે.

છેલ્લા કન્ઝપ્શન ઈન્ડેક્સ 19 વર્ષમાં કન્ઝપ્શન ઈન્ડેક્સને મોટા બજારોથી 13 ગણું વધારે પર્ફોમન્સ કર્યું છે. વર્ષ 2019 અને 2024 દરમિયાન નિફ્ટી ઈન્ડિયા કન્ઝપ્શન ટીઆરઆઈ દ્વારા 14.7 ટકાના ઈક્વિટી આધારિત સરેરાશ રિટર્ન આપ્યું છે, જે વ્યાપક નિફ્ટી 500 ઈન્ડેક્સના 12.5 ટકા સરેરાશ છે. (સ્રોતઃ બ્લૂમબર્ગ).

IMF વર્લ્ડ ઈકોનોમિક આઉટલુકના ડેટામાં રજૂ કરવામાં આવેલા અંદાજ પ્રમાણે ભારતમાં વ્યક્તિ દીઠ આવક વર્ષ 2008થી આશરે ત્રણ ગણી વધી છે અને નાણાકીય વર્ષ 2030 સુધીમાં તે 1.6 ગણી વધે તેવી શક્યતા છે. અપર-મિડલ તથા ઊંચી આવક ધરાવા પરિવારોની સાથે મધ્યમસરઆવક ધરાવતા પરિવારોની સંખ્યા 2023માં 11.3 કરોડથી વધી વર્ષ 2030 સુધીમાં 18 કરોડ થવાનો અંદાજ છે, જે દેશના સૌથી વધારે વપરાશ એટલે કે કન્ઝપ્શન ધરાવતા સેગમેન્ટમાં 60 ટકાનો વધારો ધરાવે છે

યુનિયન કન્ઝપ્શન ફંડ એવા ઈન્વેસ્ટર્સ માટે વિચાર છે કે જે ભારતના અર્થતંત્રમાં થઈ રહેલા માળખાગત પરિવર્તન સાથે પોતાના પોર્ટફોલિયોને જોડવા ઈચ્છે છે. આ સ્કીમનો ઉદ્દેશ અનેક કન્ઝપ્શન ટચપોઇન્ટ્સ-માસ માર્કેટથી લઈ એસ્પિરેશનલ કેટેગરી સુધી-માં ડાયવર્સિફાઈડ એક્સપોઝર આપવાનું છે, જેથી સ્ટેબલ અને હાઈ-ગ્રોથ બન્ને તરફની તકોમાં પોટેન્શિયલ પાર્ટીસિપેશન મળી શકે.

આ યોજનાનું સંચાલન યુનિયન એએમસી ખાતે ફંડ મેનેજર – ઇક્વિટી વિનોદ માલવિયા અને ઇક્વિટી વડા સંજય બેમ્બલકર દ્વારા કરવામાં આવશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)