ABDનો ચોખ્ખો નફો વધી રૂ.195 કરોડ, 180% ડિવિડન્ડ
અમદાવાદ, 21 મે: ભારતમાં વોલ્યુમની દ્રષ્ટિએ સૌથી મોટી સ્થાનિક સ્પિરિટ કંપની, એલાઇડ બ્લેન્ડર્સ એન્ડ ડિસ્ટિલર્સ લિમિટેડ (ABD) એ નાણાકીય વર્ષ 2025 માટે તેના ઓડિટેડ નાણાકીય પરિણામોની જાહેરાત કરી છે. તે અનુસાર કામગીરીમાંથી આવક ₹ 3,334 કરોડની સરખામણીમાં તે 6.2% વધીને ₹ 3,541 કરોડ થઈ છે. વાર્ષિક EBITDA ₹248 કરોડની સરખામણીમાં 81.7% વધીને ₹451 કરોડ થઈ છે જે અત્યાર સુધી સૌથી વધુ છે. વાર્ષિક PAT ₹ 2 કરોડની સરખામણીમાં ₹ 195 કરોડ થઈ છે જે અત્યાર સુધી સૌથી વધુ છે
નાણાકીય વર્ષ 25 ના ક્વાર્ટરની પ્રદર્શન હાઇલાઇટ્સ
કામગીરીમાંથી આવક ₹ 770 કરોડ સામે 21.4% વધીને કામગીરીમાંથી આવક ₹ 935 કરોડ થઈ છે. EBITDA ₹ 62 કરોડ સામે 141.5% વધીને ₹ 150 કરોડ થઈ જે અત્યાર સુધી સૌથી વધુ છે. PAT ₹ 2 કરોડના નુકસાન સામે ₹ 79 થઈ છે જે અત્યાર સુધીનો સૌથી વધુ છે
કંપનીના પરિણામો અંગે એલાઇડ બ્લેન્ડર્સ એન્ડ ડિસ્ટિલર્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર આલોક ગુપ્તાએ જણાવ્યું હતું કે, અમારા ચાર મુદ્દાના પરિવર્તન એજન્ડા – પ્રીમિયમાઇઝેશન, સપ્લાય ચેઇન સિક્યુરિટી, માર્જિન એન્હાન્સમેન્ટ અને એન્હાન્સ ગવર્નન્સ ફ્રેમવર્ક – ના સતત હકારાત્મક રિઝલ્ટ આ પરિણામોમાં દર્શાવવામાં આવ્યા છે.”
ડિરેક્ટર્સ બોર્ડે વર્ષ 25 માટે ₹ 2/- શેર (સંપૂર્ણ ચૂકવણી)ના ઇક્વિટી શેર દીઠ ₹ 3.6 એટ્લે કે 180% ડિવિડન્ડની ભલામણ કરી છે.
Q4FY25 માટે કામગીરી સમીક્ષા:
| પ્રેસ્ટિજ અને તેનાથી વિશેષ પોર્ટફોલિયો બિલ્ટ-અપ | પોર્ટફોલિયોનું ઝડપી પ્રીમિયમીકરણ |
| ICONiQ વ્હાઇટ: અભૂતપૂર્વ વૃદ્ધિ | સુપર-પ્રીમિયમથી લક્ઝરી પોર્ટફોલિયોનું સતત વિસ્તરણ |
| આર્થૌસ બ્લેન્ડેડ માલ્ટ સ્કોચ વ્હિસ્કીનું સતત વિસ્તરણ | ઝોયા: 2 ફ્લેવર્સ સાથે સતત વિસ્તરણ |
| વુડબર્ન્સ કન્ટેમ્પરરી ઇન્ડિયન વ્હિસ્કી એક્વિઝિશન પૂર્ણ | માર્જિન એક્રેટિવ બેકવર્ડ ઇન્ટિગ્રેશન કેપેક્સ પ્રોગ્રામ ટ્રેક પર |
સતત ત્રીજા ક્વાર્ટરમાં માર્જિન વૃદ્ધિ:
Q3FY25માં ₹120 કરોડની સરખામણીમાં EBITDA ₹150 કરોડ થઈને 25.1%નો વધારો થયો અને Q4FY24માં ₹62 કરોડની સરખામણીમાં તે 141.5% વધારો છે. Q4FY25માં EBITDA 16.1% છે જે Q3FY25માં 12.3% ની સરખામણીમાં 378 bps વધારે છે અને Q4FY24માં તે 8.1% હતો જેની સરખામણીમાં 799 bps વધારે છે. Q4FY24માં ₹2 કરોડના ચોખ્ખા નુકસાનની સરખામણીમાં કર પછીનો નફો (PAT) ₹79 કરોડ નોંધાયો છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
