default

અમદાવાદ,27 જૂન: અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (એએનઆઈએલ) એ  ​​ ગુજરાતના કચ્છમાં 5 મેગાવોટની ક્ષમતા ધરાવતો ભારતનો સર્વ  પ્રથમ ઓફ-ગ્રીડ  ગ્રીન હાઇડ્રોજન પાયલોટ પ્લાન્ટ સફળતાપૂર્વક કાર્યાન્વિત કર્યાની જાહેરાત કરી છે. પ્લાન્ટ સૌર ઉર્જા દ્વારા 100% હરીત વીજ-સંચાલિત અને બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (બીઇએસએસ) સાથે સંકલિત છે.

અનિલનો પાયલોટ પ્લાન્ટ એ ભારતની 5 મેગાવોટ ગ્રીન હાઇડ્રોજન ક્ષમતા ધરાવતી સર્વ  પ્રથમ ઓફ-ગ્રીડ સુવિધા છે જેમાં રીઅલ-ટાઇમ નવીનીકરણીય ઉર્જા ઇનપુટ્સને ઝડપી પ્રત્યુત્તર આપવા માટે રચાયેલ સંપૂર્ણ સ્વયં ચાલિત, ક્લોઝ-લૂપ ઇલેક્ટ્રોલાઇઝર સિસ્ટમ શામેલ છે. આ કાર્યક્ષમતા, સલામતી અને તેની ભૂમિકાને સુનિશ્ચિત કરતી વખતે ખાસ કરીને સૌર ઉર્જાની વિવિધતા ઉપર ધ્યાન આપવા માટે અતિ કિંમતી કામગીરીની સરળતા પ્રદાન કરે છે.