અમદાવાદ, 28 જાન્યુઆરી: અદાણી એન્ટરપ્રાઇઝ લિ.ની મુખ્ય અગ્રણી કંપની અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ  અને એરોસ્પેસ ક્ષેત્રમાં વિશ્વની પ્રતિષ્ઠિત એમ્બ્રેરે ભારતમાં એક સંકલિત પ્રાદેશિક પરિવહન વિમાન ઇકોસિસ્ટમ વિકસાવવા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કંપનીઓનો હેતુ વિમાન ઉત્પાદન, સપ્લાય ચેઇન, આફ્ટર માર્કેટ સેવાઓ અને પાઇલટ તાલીમમાં રહેલી તકો માટે સહયોગી બની કાર્ય કરવાનો છે.

આ ભાગીદારી એમ્બ્રેરની ડીપ એન્જિનિયરિંગ અને એરક્રાફ્ટ ઉત્પાદનની કુશળતાનો ફાયદો લેવા  સાથે અદાણીની એવિએશન વેલ્યુ-ચેઇન ફૂટપ્રિન્ટનો પણ લાભ ઉઠાવશે જેમાં એરપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એરોસ્પેસ ઉત્પાદન, MRO સેવાઓ અને પાઇલટ તાલીમનો સમાવેશ થાય છે. સ્થાનિક માંગને ટેકો આપવા માટે પ્રસ્તાવિત ઇકોસિસ્ટમ તૈયાર છે તે સાથે એન્જિનિયરિંગ, ઉત્પાદન, લોજિસ્ટિક્સ અને સપોર્ટ સેવાઓના ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી ઉત્પન્ન કરે છે.

એમ્બ્રેર ભારતમાં લગભગ 50 એમ્બ્રેર એરક્રાફ્ટ અને 11 પ્રકારના એરક્રાફ્ટ સાથે હાલમાં વાણિજ્યિક, સંરક્ષણ અને વ્યવસાયિક ઉડ્ડયન ઉપરાંત ભારતીય વાયુસેના દ્વારા સંચાલિત એમ્બ્રેર એરક્રાફ્ટમાં લેગસી 600 એરક્રાફ્ટ અને એમ્બ્રેર ERJ145 પ્લેટફોર્મ પર આધારિત ‘નેત્રા’ AEW&C એરક્રાફ્ટ કાર્યરત છે. તે સ્ટાર એર 13 E175 અને ERJ145 એરક્રાફ્ટનો કાફલો ચલાવે છે. આ બાબત તેની ભારતમાં વધી રહેલી હાજરીના લાંબા ઇતિહાસનો પૂરાવો છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)