અમદાવાદ,19 ફેબ્રુઆરી: અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ) અને ફ્રાન્સની  અગ્રણી બંદર અને ભૂમધ્ય સમુદ્રના મુખ્ય પ્રવેશદ્વાર એવા માર્સેલી ફોસ પોર્ટે વ્યાપારી સુવિધા, બંદરના નવીનીકરણ અને ઊર્જા સંક્રમણ સંબંધી સહયોગને વધુ દ્ઢ બનાવવાના હેતુ સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેના દરિયાઇ જોડાણને વધુ સંગીન બનાવવા થયેલી આ ભાગીદારીમાં ભારત-મધ્ય પૂર્વ-યુરોપ ઇકોનોમિક કોરિડોર (IMEC) રૂટ ઉપરના મુખ્ય બંદરો વચ્ચે IMEC પોર્ટ્સ ક્લબ બનાવવાની દરખાસ્ત છે. ભારત-યુરોપિયન યુનિયન વચ્ચે વેપારની કામકાજ માટે IMEC માર્ગને સંપ્પન કરતા આ વ્યુહને ભારત અને EU વચ્ચેના મુક્ત વ્યાપાર કરાર (FTA)નું પ્રોત્સાહન સાંપડ્યું છે.

.

નવી દિલ્હીમાં 2023 G20 શિખરમાં આરંભાયેલ ભારત અને યુરોપને સંકલિત દરિયાઈ માર્ગો, રેલ નેટવર્ક, ડિજિટલ સિસ્ટમ્સ અને સ્વચ્છ ઉર્જા માર્ગો દ્વારા જોડતા 6,000 કિમીના ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર (IMEC) એ બહુલક્ષી જોડાણની દીશામાં એક પહેલ છે. આ સમજૂતિ દ્વારા  માર્સેલી ફોસ કોરિડોરના પશ્ચિમ યુરોપીય પ્રવેશદ્વારને શક્તિશાળી બનાવી 70 આશરે  મિલિયન ટન જેટલી ક્ષમતાના સંભવત ઉમેરા સાથે યુરોપમાં IMEC ની પહોંચને વધુ ગહન બનાવી વિસ્તારે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)E

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)