અમદાવાદ ભારતના આગામી કોમર્શિયલ રિયલ એસ્ટેટ પાવરહાઉસ તરીકે ઉભરી આવ્યું
અમદાવાદ,22 સપ્ટેમ્બર– ભારતનું કોમર્શિયલ રિયલ એસ્ટેટ ક્ષેત્ર પરંપરાગત મેટ્રો શહેરોથી આગળ વધી રહ્યું છે ત્યારે અમદાવાદ દેશના આગામી મોટા કોમર્શિયલ હબ તરીકે તેનું સ્થાન ઝડપથી મજબૂત કરી રહ્યું છે. આ પરિવર્તનને આગળ ધપાવી રહી છે ગણેશ હાઉસિંગ લિમિટેડ, જે વૈષ્ણોદેવી સર્કલ પાસે મિલિયન માઇન્ડ્સ ટેક સિટીનો તેનો ફ્લેગશિપ પ્રોજેક્ટ ધરાવે છે અને તે રાજ્યના કોમર્શિયલ રિયલ એસ્ટેટની બ્લૂપ્રિન્ટને નવેસરથી વ્યાખ્યાયિત કરવા જઈ રહી છે. ગણેશ હાઉસિંગ સમર્થિત એક ક્રાઉડસોર્સ રિપોર્ટમાં જણાવ્યા મુજબ અમદાવાદ દેશના સૌથી આકર્ષક નવા બિઝનેસ સ્થળ તરીકે ઉભરી આવ્યું છે જેણે કોમર્શિયલ વ્યવહારોમાં વાર્ષિક ધોરણે અભૂતપૂર્વ એવો 64 ટકાનો વધારો જોયો છે.
આઈટી/આઈટીઈએસ પોલિસી અને જીસીસી પોલિસી 2025-30 જેવી ગુજરાતની ભવિષ્યલક્ષી નીતિઓ કોમર્શિયલ રિયલ એસ્ટેટના વિકાસને ઝડપથી આગળ વધારી રહી છે અને મિલિયન માઇન્ડ્સ ટેક સિટી જેવા પ્રોજેક્ટ્સને રૂ. 200 કરોડ સુધીના પ્રોત્સાહનો, કરવેરાના લાભો, ગ્રીન બિલ્ડિંગ એફએસઆઈ લાભો અને ગિફ્ટ સિટી તથા ધોલેરા જેવા પ્રાયોરિટી ઝોનમાં ઝડપથી ક્લીયરન્સ આપી રહી છે. મિલિયન માઇન્ડ્સ ટેક સિટી જેવા આ પોલિસી સાથે સંલગ્ન પ્રોજેક્ટ્સને નીચે મુજબના લાભો થાય છેઃ
- રૂ. 200 કરોડ સુધીના મૂડી પ્રોત્સાહનો
- કરવેરા લાભો અને વ્યાજ સબસિડી
- ગ્રીન એફએસઆઈ લાભો
- ગિફ્ટ સિટી અને ધોલેરા જેવા સ્પેશિયલ ઝોનમાં ફાસ્ટ-ટ્રેક અપ્રૂવલ્સ
- જીસીસી માટે આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 30 ટકાની મૂડી સહાય
- પ્લગ-એન્ડ-પ્લે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથેના સમર્પિત જીસીસી ઝોન/ક્લસ્ટર્સ અને ફાસ્ટ-ટ્રેક અપ્રૂવલ્સની સુનિશ્ચિતતા
નાણાંકીય વર્ષ 2025ના પહેલા ત્રિમાસિક ગાળામાં આઈટી-બીપીએમ ક્ષેત્ર દ્વારા 68 ટકા લીઝિંગ પ્રવૃત્તિઓ અને 2.46 લાખ ચોરસ ફૂટ હેઠળના નવા ડેવલપમેન્ટ્સમાં 72 ટકાથી વધુ કામગીરી આગળ ધપાવવા સાથે બજાર હવે સ્પષ્ટ અંતર જોઈ રહ્યું છે જે આધુનિક કંપનીઓની જરૂરિયાતોને પૂરી કરી શકે તેવા વધુ મોટા, ઇન્ટિગ્રેટેડ ગ્રેડ A+ કેમ્પસ માટેની માંગમાં વધારો કરી રહ્યું છે. આ રિપોર્ટના તારણો વધુમાં ગુજરાતના કોમર્શિયલ રિયલ એસ્ટેટ ઇકોસિસ્ટમમાં સ્ટ્રક્ચરલ રિઅલાઇમેન્ટનો સંકેત આપે છે, જ્યાં નવા જમાનાના સીબીડી પરંપરાગત મુખ્ય ક્ષેત્રો પૂરતા જ મર્યાદિત નથી પરંતુ વ્યૂહાત્મક રીતે રહેલા અને નીતિઓ સાથે સંલગ્ન રહેતા કોરિડોર્સમાં આકાર લઈ રહ્યા છે અને મિલિયન માઇન્ડ્સ ટેક સિટી આ પરિવર્તનમાં મોખરે છે.
મિલિયન માઇન્ડ્સ ટેક સિટીની સફળતા તથા રેરાનું પારદર્શક નિયમનકારી માળખું ગુજરાતની વ્યાપારી રાજધાની તરીકે અમદાવાદની મજબૂત સ્થિતિ દર્શાવે છે. વૈષ્ણોદેવી સર્કલ જેવા ઉભરતા માઇક્રો માર્કેટ્સ પણ આગામી પેઢીના સીબીડી બની રહ્યા છે,જે શહેરના કોમર્શિયલ ક્ષેત્રને વધુ વૈવિધ્યસભર બનાવી રહ્યા છે.
