અમદાવાદ, 2 ઓગસ્ટ અંબુજા સિમેન્ટ્સે 30 મી જૂન 2025 ના રોજ પૂરા થયેલા પ્રથમ ત્રિમાસિકના મજબૂત નાણાકીય પ્રદર્શન દર્શાવતા પરિણામો જાહેર કર્યા છે. મૂલ્ય ઉપર લક્ષ, વોલ્યુમ વૃદ્ધિ, ચેનલના જોડાણ, ખર્ચની કાર્યક્ષમતા અને સંપાદીત સંપત્તિના ઉત્તમ સંકલનના મજબૂત આધાર સાથે કંપનીએ વર્તમાન નાણાકીય વર્ષની શરૂઆત ઉંચી નોંધ સાથે કરી છે. વ્યવસાયિક પુનર્નિર્માણ, ભાવિ-તૈયાર તકનીકીઓ, ઇએસજી ફોકસ અને સમુદાયો સાથે ગાઢ નાતાનું સંકલન કરીને સિમેન્ટ ઉદ્યોગમાં અંબુજા સિમેન્ટ્સએ સ્કેલ અને અસરને પુન:વ્યાખ્યાયિત કરી છે.

વેચાણનું કોન્સોલિડેટ વોલ્યુમ 18.4 મિલિયન ટન થયું છે. જ્યારે એકીકૃત વોલ્યુમ 10.5 મિલિયન ટન થયું છે. જે ગત નાણાકીય વર્ષ-૨૫ના સમાન ગાળામાં 15.3 હતું જ્યારે એકીકૃત વોલ્યુમ ગત વર્ષના આ ગાળામાં 9.0 ની તુલનામાં ચાલુ વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં 10.5 મિલિયન ટન થયું છે. જે અનુક્રમે 3.1 અને 1.5 મિલિયન ટનનો વધારો દર્શાવે છે. કામકાજમાંથી કોન્સોલિડેટ આવક જે ગત નાણાકીય વર્ષ-૨૫ના સમાન ગાળામાં રુ.8392 કરોડ હતી તેની તુલનામાં નાણા વર્ષ-૨૬ના પ્રથમ ત્રિમાસિકમાં રુ.10,289 કરોડ થઇ છે. જે રુ.1897 કરોડનો વધારો દર્શાવે છે. જ્યારે ગત વર્ષના સમાન ગાળાની રુ.૪૫૫૨ કરોડની એકીકુત આવક સામે હાલના અહેવાલના સમયગાળામાં રુ.૫૫૧૫ કરોડ થઇ છે જે રુ.963 કરોડનો વધારો દર્શાવે છે. કોન્સોલિડેટ ઓપરેટીંગ EBITDA અને માર્જીન ગત નાણાકીય વર્ષના ૧૫.૩% સાથે રુ.1280 કરોડની તુલનાએ ચાલુ નાણાકીય વર્ષના આ ગાળામાં ૧૯.૧% સાથે રુ.1961 કરોડ રહ્યો છે જે રુ. 682 કરોડનો વધારો બતાવે છે. જ્યારે એકીકૃત EBITDA માર્જીન ગત વર્ષના આ સમય ગાળાના 14.2 % સાથે રુ.646 કરોડની સરખામણીએ ચાલુ વર્ષના અહેવાલના સમયગાળામાં 15.8 % સાથે રુ.872 કરોડ રહ્યો છે. જે રુ.226 કરોડનો વધારો દર્શાવે છે. વર્તમાન અહેવાલના સમય દરમિયાન કર અગાઉનો કોન્સોલિડેટેડ નફો રુ.1333 કરોડ થયો છે જે ગત વર્ષના સમાન સમયગાળામાં રુ.1094 કરોડ હતો. જ્યારે એકીકૃત નફો જે ગત વર્ષના સમાન વાર્ષિક ધોરણે  EPS 22 % ઉંચો રહેવા સાથે રૂ.3.20 રહેતા નેટવર્થ રૂ. 66,436 કરોડ છે. આમ કંપની તેના કરજ મુક્ત વલણને જાળવી રાખ્યું છે.

માર્ચ 2026 સુધીમાં હાલની વાર્ષિક 104.5 મિલિયન ટનની ક્ષમતાને 118 મિલિયન ટનની આયોજિત ક્ષમતા પ્રાપ્ત કરવાનું કંપનીનું લક્ષ્ય છે.અહેવાલના સમય ગાળામાં કંપનીએ 57 મેગાવોટ વિન્ડ પાવરનું ઉત્પાદન શરુ કરવા સાથે નવીનીકરણીય ઉર્જા ક્ષમતા 473 મેગાવોટ સુધી લઈ જવામાં આવી છે. અંબુજા સિમેન્ટ્સ લિ.સાથે અદાણી સિમેન્ટેશન લિ.ના જોડાણની યોજનાને 18 મી જુલાઈ 2025 ના રોજ એનસીએલટીની અમદાવાદ બેંચ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)