અમદાવાદ, 31 મેઃ લક્ઝુરિયસ સરફેસીસ અને બાથવેર સોલ્યુશન્સ બ્રાન્ડ્સ એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડે (એજીએલ) માર્ચ 2025ના રોજ પૂરા થયેલા ચોથા ત્રિમાસિકગાળા અને FY 24-25માં ઉત્કૃષ્ઠ ઓપરેશનલ અને નાણાંકીય કામગીરી દર્શાવી છે.

કંપનીએ 31 માર્ચ 2025ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ માટે રૂ. 20.24 કરોડનો કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટ (રૂ. 20.15 કરોડનો નેટ લોસ) નોંધાવ્યો હતો. કોન્સોલિડેટેડ નેટ સેલ્સમાં 1.8%  વધી રૂ. 1530.59 કરોડ સામે રૂ. 1558.52 કરોડ થયા છે. EBITDA રૂ. 75.72 કરોડ, EBITDA માર્જિન 4.90% (રૂ. 50.98 કરોડ, EBITDA માર્જિન 3.60%) રહ્યો હતો. નિકાસ રૂ. 291 કરોડ નોંધાઈ હતી, જે 2024માં રૂ. 246 કરોડના એક્સપોર્ટ્સની તુલનામાં 19% વાર્ષિક ધોરણે વધારો દર્શાવે છે.

Financial Highlights (Consolidated)

 Q4 FY25Q4 FY24Y-O-YFY25FY24Y-O-Y
Net Sales (Rs. Cr)471.62423.6311.3%1558.521530.591.8%
EBITDA (Rs. Cr)29.1919.8946.8%75.7250.9848.5%
EBITDA Margin (%)6.19%4.70%149 bps4.90%3.60%124 bps
Net Profit (Rs. Cr)16.36(5.54)395.2%20.24(20.15)200.5%
Net Profit Margin (%)3.47%(1.30%)477 bps1.30(1.31%)262 bps

રિઝલ્ટ્સ અને પરફોર્મન્સ પર ટિપ્પણી કરતા, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કમલેશ પટેલે જણાવ્યું હતું કે, માર્કેટ અને ઈકોનોમીમાં અત્યારે ઘણી અસ્થિરતા હોવા છતાં, કંપનીએ Q4 અને FY25 સારા સ્તરે પૂર્ણ કર્યા છે, જેમાં અમે વધુ સારી કામગીરી કરી અને ફાઈનાન્શિયલ પરફોર્મન્સ પણ ઘણું સારુ રહ્યું હતું. અમે આગામી 4-6 વર્ષમાં રૂ. 6,000 કરોડની ટોટલ રેવન્યુ હાંસલ કરવાની અમારી પ્રતિબદ્ધતા પર અડગ છીએ. AGL ડિમર્જર જેવી સ્ટ્રેટેજિક ઈનિશિએટિવ, રિટેલ પ્રેઝન્સ પર ધ્યાન કેન્દ્રિત કરવું, શોરૂમ એક્સપાન્શન, રણબીર કપૂર અને વાણી કપૂર જેવા સેલેબ્સને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કંપનીનો ગ્રોથ પ્રત્યેની મજબૂત પ્રતિબદ્ધતા અને વૈશ્વિક બ્રાન્ડ બનવાની તેની મહત્વાકાંક્ષા દર્શાવે છે.”

Q4 FY25 રિઝલ્ટ્સની હાઈલાઈટ્સ

Q4 FY 2024-25 માટે કંપનીએ રૂ. 16.36 કરોડનો કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટ નોંધાવ્યો છે. જ્યારે Q4FY24ના સમાન સમયગાળમાં કંપનીને રૂ. 5.54 કરોડનો નેટ લોસ થયો હતો. FY24માં રૂ. 423.63 કરોડના કોન્સોલિડેટેડ નેટ સેલ્સની સરખામણીમાં Q4FY25માં કંપનીના કોન્સોલિડેટેડ નેટ સેલ્સમાં 11.3% વૃદ્ધિ થઈ છે, જે અત્યારે રૂ. 471.62 કરોડ છે. Q4FY25માં EBITDA રૂ. 29.19 કરોડ (EBITDA માર્જિન 6.19%) રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે Q4FY24 દરમિયાન EBITDA રૂ. 19.89 કરોડ ( EBITDA માર્જિન 4.70%) રહ્યો હતો.

Financial Highlights (Standalone)

 Q4 FY25Q4 FY24Y-O-YFY25FY24Y-O-Y
Net Sales (Rs. Cr)383.86350.799.4%1279.581305.14(2.0%)
EBITDA (Rs. Cr)13.478.1864.7%29.9429.611.1%
EBITDA Margin (%)3.51%2.33%118 BPS2.34%2.27%7 BPS
Net Profit (Rs. Cr)18.878.85113.1%27.1429.10(6.7%)
Net Profit Margin (%)4.91%2.52%239 BPS2.12%2.23%-11 BPS

સ્ટેન્ડઅલોન હાઇલાઇટ્સ – નાણાકીય વર્ષ 25ના પરિણામો

કંપનીએ 31 માર્ચ 2025ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ માટે રૂ. 27.14 કરોડનો સ્ટેન્ડઅલોન નેટ પ્રોફિટ નોંધાવ્યો છે, જેની તુલના FY24 માટેના નેટ પ્રોફિટ સાથે કરીએ તો એ રૂ. 29.10 કરોડ નોંધાયો હતો. નાણાકીય વર્ષ 25માં કંપનીનું સ્ટેન્ડઅલોન નેટ સેલ્સ રૂ. 1279.58 કરોડ નોંધાયું હતું. નાણાકીય વર્ષ 25 માટે EBITDA રૂ. 29.94 કરોડ (EBITDA માર્જિન 2.34%) રહ્યું, જે નાણાકીય વર્ષ 24માં રૂ. 29.61 કરોડ (EBITDA માર્જિન 2.27%) હતું.

સ્ટેન્ડઅલોન હાઇલાઇટ્સ: Q4 FY25 પરિણામો

કંપનીએ Q4 FY25 માટે રૂ. 18.87 કરોડનો સ્ટેન્ડઅલોન નેટ પ્રોફિટ નોંધાવ્યો હતો, જે Q4 FY24 માટે રૂ. 8.85 કરોડનો નેટ પ્રોફિટ રહ્યો હતો. Q4 FY25 માટે સ્ટેન્ડઅલોન નેટ સેલ્સ રૂ. 383.86 કરોડ નોંધાયું હતું. Q4 FY25 માટે EBITDA રૂ. 13.47 કરોડ ( EBITDA માર્જિન 3.51%) રહ્યો હતો, જે Q4 FY24માં રૂ. 8.18 કરોડ ( EBITDA માર્જિન 2.33% ) હતો.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)