મુંબઈ, 13 ડિસેમ્બર: એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે એક્સિસ ફિક્સ્ડ ટર્મ પ્લાન સિરીઝ 118 (100 દિવસ)માંથી રૂ. 600 કરોડથી વધુ એકત્ર કર્યા છે. ફંડ 28મી નવેમ્બર 2023ના રોજ ખુલ્યું હતું અને 04મી ડિસેમ્બર 2023ના રોજ બંધ થયું હતું. ક્રિસિલ અલ્ટ્રા શોર્ટ ટર્મ ડેટ ઈન્ડેક્સ સામે બેન્ચમાર્ક કરાયેલ, તે મધ્યમ વ્યાજ દરના જોખમ અને મધ્યમ ધિરાણ જોખમ સાથે ક્લોઝ એન્ડેડ ડેટ સ્કીમ છે. સચિન જૈન તેના ફંડ મેનેજર છે. ફિક્સ્ડ ટર્મ પ્લાન્સ (એફટીપી) ડેટ અને મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કરે છે જેમ કે ટ્રેઝરી બિલ્સ (ટી-બિલ) કોમર્શિયલ પેપર્સ (સીપી), સર્ટિફિકેટ્સ ઓફ ડિપોઝિટ્સ (સીડી), સરકારી અને કોર્પોરેટ બોન્ડ્સ. ફંડ મેનેજર વિવિધ ફિક્સ્ડ ઇન્કમ સિક્યોરિટીઝ (જે સ્કીમની મેચ્યોરિટી પર અથવા તે પહેલાં મેચ્યોર થાય છે) વચ્ચે શ્રેષ્ઠ રિસ્ક એડજસ્ટેડ રિટર્ન્સ પ્રાપ્ત કરવાના પ્રયાસ સાથે સ્કીમની એસેટ્સ ફાળવે છે. એક્સિસ એએમસીના એમડી બી. ગોપકુમારે જણાવ્યું કે આગામી યુએસ ફેડ જાહેરાત, એડવાન્સ ટેક્સ સિઝન અને 2024 માટે યુનિયન બજેટ જેવી કેટલીક ઘટનાઓ આગામી 3 મહિનામાં દરોને અસ્થિર રાખે તેવી શક્યતા છે.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)