અમદાવાદ, 20 માર્ચઃ બ્લુ સ્ટાર લિમિટેડે ફ્લેગશિપ પ્રીમિયમ રેન્જ સહિત રૂમ એસીના 150 મોડલ્સની તેની નવી વ્યાપક રેન્જ રજૂ કરી હતી. આ લાઇનઅપમાં ઇન્વર્ટર, ફિક્સ્ડ સ્પીડ અને વિન્ડો એસીનો સમાવેશ થાય છે જે તમામ પ્રાઇઝ પોઇન્ટ્સ પર દરેક કન્ઝ્યુમર સેગમેન્ટની જરૂરિયાતો સંતોષે છે.

એક અંદાજ મુજબ ભારતનો એસી ઉદ્યોગ નાણાંકીય વર્ષ 2030 સુધીમાં બમણો થવાની સંભાવના છે. આ વધતી માંગને પહોંચી વળવા માટે બ્લુ સ્ટારે નવા, બધાથી અલગ અને શ્રેષ્ઠ એસી રજૂ કરવા માટે તેના મેન્યુફેક્ચરિંગ, આરએન્ડડી અને ઇનોવેશન ક્ષમતાઓનો લાભ લેતા અનેક પ્રોડક્ટ્સ લોન્ચ કર્યાં છે.

2025 માટે એર કન્ડિશનર્સની નવી રેન્જ

કંપનીએ 3 સ્ટાર અને 5 સ્ટાર કેટેગરીઝમાં વ્યાપક રેન્જના મોડલ્સ લોન્ચ કર્યા છે જે અત્યંત ગરમીની સ્થિતિમાં પણ હાઇ કૂલિંગ પર્ફોર્મન્સ આપે છે. આ મોડલ્સ રૂ. 28,990થી શરૂ થતી આકર્ષક કિંમત સાથે 0.8 TR થી 4 TR સુધીની વિવિધ કૂલિંગ ક્ષમતાઓમાં ઉપલબ્ધ છે. તેમાં સ્માર્ટ વાઇફાઇ એસીના લગભગ 40 મોડલ્સની વિસ્તૃત રેન્જનો સમાવેશ થાય છે. વોઇસ કમાન્ડ ટેક્નોલોજી સાથે ગ્રાહકો અંગ્રેજી અને હિંદી વોઇસ કમાન્ડ્સનો ઉપયોગ કરીને એમેઝોન એલેક્સા કે ગૂગલ હોમ જેવી તેમની સ્માર્ટ ડિવાઇસીસ દ્વારા તેમના એસી ઓપરેટ કરી શકે છે.

કંપનીએ લોન્ચ કરેલી ફ્લેગશીપ રેન્જ એક નજરે

કંપનીએ ‘સુપર એનર્જી-એફિશિયન્ટ એસી’, ‘હેવી-ડ્યુટી એસી’, ‘હોટ એન્ડ કોલ્ડ એસી’ અને ‘એસી વિથ એન્ટી-વાયરસ ટેકનોલોજી’ સહિત ફ્લેગશિપ મોડેલ્સની એક ઉત્કૃષ્ટ રેન્જ લોન્ચ કરી છે. કંપની ‘હેવી-ડ્યુટી એસી’ ની હાઇ-પર્ફોર્મન્સ રેન્જ ઓફર કરે છે. આ એસી 56° સેલ્સિયસ સુધીની તીવ્ર ગરમીમાં પણ અસાધારણ કૂલિંગ પાવર અને આરામ પ્રદાન કરે છે. 55 ફૂટ સુધીના એર થ્રોની સુવિધા સાથે, તે 43° સેલ્સિયસ પર પણ સંપૂર્ણ ઠંડક ક્ષમતા જાળવી રાખે છે. બ્લુ સ્ટારે એક મોડેલ વિકસાવ્યું છે જે -10° સેલ્સિયસ સુધીના તાપમાને કામ કરી શકે છે, જેને ખાસ કરીને શ્રીનગર જેવા બજારો માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. બીજી એક રેન્જ -2° સેલ્સિયસ સુધીના આસપાસના તાપમાને કામ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.

છેલ્લે, ‘એસી વિથ એન્ટી-વાયરસ ટેકનોલોજી’ એ કંપનીની એવી રેન્જ છે જે આરામ અને આરોગ્યને એક કરે છે તથા હાનિકારક સૂક્ષ્મજીવાણુઓ અને કણોને અસરકારક રીતે ફિલ્ટર કરે છે. કંપનીનું લક્ષ્ય નાણાંકીય વર્ષ 2026 સુધીમાં રૂમ એસી સેગમેન્ટમાં 14.3 ટકા માર્કેટ શેર મેળવવાનું છે. વિવિધ સ્થળે આવેલા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સઃ બ્લુ સ્ટારે તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની બ્લુ સ્ટાર ક્લાઇમાટેક લિમિટેડ દ્વારા આંધ્રપ્રદેશના શ્રી સિટીમાં એક અત્યાધુનિક મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી સ્થાપી છે, જ્યાં જાન્યુઆરી 2023માં વ્યાપારી ઉત્પાદન શરૂ થયું હતું. વધુમાં, કંપની હિમાચલ પ્રદેશમાં રૂમ એર કંડિશનર બનાવવા માટે બે સમર્પિત પ્લાન્ટ ચલાવે છે. આ પ્લાન્ટ્સ સાથે બ્લુ સ્ટારની ઉત્પાદન ક્ષમતા હાલમાં લગભગ 1.4 મિલિયન રૂમ એસી જેટલી છે, જેને નજીકના ભવિષ્યમાં ધીમે ધીમે 1.8 મિલિયન યુનિટ્સ સુધી વિસ્તારવાની યોજના છે.

પહોંચમાં વધારોઃ તેની ‘ગોલ્ડ સ્ટાન્ડર્ડ સર્વિસ’ અને ટેકનિકલ કુશળતા સાથે, બ્લુ સ્ટાર 2,100 થી વધુ સર્વિસ સેન્ટર્સ અને 150થી વધુ સર્વિસ વ્હીકલ્સના નેટવર્ક ધરાવે છે.

ભાવિ રૂપરેખાઃ બ્લુ સ્ટાર લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર બી થિયાગરાજને જણાવ્યું હતું કે ભારતમાં વર્ષ 2030 સુધીમાં આશરે 450 મિલિયન જેટલા મધ્યમ વર્ગના ગ્રાહકોનો ઉમેરો થવા જઈ રહ્યો છે ત્યારે રૂમ એસીનું બજાર તેના પરિવર્તન બિંદુએ છે અને આગામી થોડા વર્ષોમાં તે ઝડપથી વધવા માટે તૈયાર છે. અમે વધતી માંગને અસરકારક રીતે સંતોષવા માટેની સમર્થતા અને ક્ષમતાઓને વધારવા માટે આરએન્ડડી, ઉત્પાદન તેમજ સપ્લાય ચેઇનમાં નોંધપાત્ર રોકાણ કરવાનું ચાલુ રાખીએ છીએ.