અમદાવાદ, 1 ઓક્ટોબરઃ  કોમટેલ નેટવર્ક્સ લિમિટેડે પ્રારંભિક જાહેર ભરણા (IPO) દ્વારા ભંડોળ એકત્ર કરવા માટે મૂડીબજાર નિયામક સેબીમાં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. કંપની ઓઇલ એન્ડ ગેસ અને પાવર સેક્ટર ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરતાં મહત્વપૂર્ણ રાષ્ટ્રીય માળખાકીય સુવિધાઓ માટે ઇન્ટિગ્રેટેડ ટેલિકમ્યુનિકેશન, સિક્યુરિટી એન્ડ સેફ્ટી (ITSS) સિસ્ટમની ડિઝાઇન, રચના અને અમલીકરણમાં કુશળતા ધરાવે છે.

કંપની ઇન્ટિગ્રેટેડ ટેક્નોલોજી પ્લેટફોર્મની ડિઝાઇન અને અમલીકરણ કરે છે, જે સીએનઆઇની ડિજિટલ નર્વસ સિસ્ટમ તરીકે કામ કરે છે તથા સુરક્ષિત કનેક્ટિવિટી અને રિયલ-ટાઇમ ડેટા એક્સચેન્જ દ્વારા અવિરત કામગીરી સુનિશ્ચિત કરે છે. 31 માર્ચ, 2025 સુધીમાં કંપની આઇટીએસએસ સિસ્ટમ ફ્રેમવર્કમાં 44 વિશિષ્ટ ટેક્નોલોજી સિસ્ટમને એકીકૃત કરવાનો અનુભવ ધરાવે છે તેમજ 400થી વધુ ગ્રાહકોને સેવા આપતાં 19 દેશોમાં 600 પ્રોજેક્ટ્સ પૂર્ણ કર્યાં છે.

ડીઆરએચપી મૂજબ પ્રસ્તાવિત આઇપીઓ રૂ. 1,500 મિલિયન (રૂ. 150 કરોડ) સુધીના ઇખ્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ તથા રૂ. 7,500 મિલિયન (રૂ. 750 કરોડ) સુધીનો ઓફર ફોર સેલ (ઓએફએસ)નું મિશ્રણ રહેશે. આમ કુલ ઓફર સાઇઝ રૂ. 9,000 મિલિયન (રૂ. 900 કરોડ) રહેશે.

પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર્સ પ્રકાશ આર પાંડે છે, જેઓ પ્રતિશેર રૂ. 2ની મૂળ કિંમતના ઇક્વિટી શેર વેચવાનો પ્રસ્તાવ મૂકે છે, જે કુલ રૂ. 3,440 મિલિયન (રૂ. 344 કરોડ) સુધીના છે. સતીશ પુકુલાંગરા અને રામકૃષ્ણન સસીન્દ્રન કોડાપુલી અન્ય સેલિંગ શેરધારકો છે, જે પ્રત્યેક રૂ. 2ની મૂળ કિંમત ધરાવતા ઇક્વિટી શેર વેચવાનો પ્રસ્તાવ મૂકે છે, જે કુલ રૂ. 2,030 મિલિયન (રૂ. 203 કરોડ) સુધીના છે.

નાણાકીય વર્ષ 2025થી નાણાકીય વર્ષ 2030 સુધી અંદાજિત 10.9 ટકાની સીએજીઆરથી વૃદ્ધિ પામશે તેવી અપેક્ષા છે. આઇટીએસએસ બજારને વેગ આપતા વિવિધ માર્કેટ ટ્રેન્ડ્સના બેકડ્રોપમાં ભારત વૈશ્વિક સરેરાશ બજાર વૃદ્ધિ કરતાં વધુ ઝડપી વૃદ્ધિ હાંસલ કરે તેવી સંભાવના છે. ભારત નાણાકીય વર્ષ 2025થી નાણાકીય વર્ષ 2030ના સમયગાળા માટે અંદાજિત એપીએસી સરેરાશ 9.4 ટકા સીએજીઆર કરતા વધુ ઝડપથી વૃદ્ધિ પામે તેવી શક્યતા છે. ફ્રોસ્ટ અને સુલિવાન માને છે કે ભારતનું આઇટીએસએસ બજાર નાણાકીય વર્ષ 2025માં 384.45 મિલિયન યુએસ ડોલરનું કદ હાંસલ કરશે તેમજ આગામી પાંચ વર્ષમાં 644.91 મિલિયન યુએસ ડોલરના સ્તરે પહોંચવાનો અંદાજ છે.

ઇક્વિરસ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ અને DAM Capital Advisors Limited ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)