અમદાવાદ, 11 સપ્ટેમ્બર:croma એપલની ભારતમાં બિલકુલ નવી iphone 17 લાઇનઅપ જેમ કે 17, અલ્ટ્રા-થિન iphoneએર, iphone17 પ્રો અને iphone17 પ્રો મેક્સ રજૂ કરવા માટે રોમાંચિત છે. આ લાઇનઅપ મોટા ડિસ્પ્લે, એ19 સિરીઝ ચિપ્સ જેમ કે એ19 અને એ19 પ્રો, અપગ્રેડેડ સેન્ટર સ્ટેજ ફ્રન્ટ કેમેરા સહિત એપલની લેટેસ્ટ ડિઝાઇન, પર્ફોર્મન્સ અને કેમેરા ઇનોવેશન રજૂ કરે છે. તેની કિંમતો iphone17 રૂ. 82,900, iphoneએર રૂ. 1,19,900, iphone17 પ્રો રૂ. 1,34,900 અને iphone17 પ્રો મેક્સ રૂ. 1,49,900થી શરૂ થાય છે.

iphone17માં નોન-પ્રો મોડલ પર સૌપ્રથમ વખત પ્રોમોશન સાથે 6.3 ઇંચ સુપર રેટિના XDR ડિસ્પ્લે, 256 જીબીથી શરૂ થતું સ્ટોરેજ, 10 મિનિટ ફાસ્ટ ચાર્જ, 8 કલાક સુધીનું વીડિયો પ્લેબેક, નવો સેન્ટર સ્ટેજ ફ્રન્ટ કેમેરા, 48 મેગાપિક્સલ ફ્યુઝન કેમેરા છે જ્યારે પ્રો લાઇનઅપ નવો હોરિઝોન્ટલ કેમેરા લેઆઉટ, એ19 પ્રો ચિપ સાથે પ્રો-ક્લાસ પર્ફોર્મન્સ, ડિસ્પ્લે અને થર્મલ સુધારા તથા અન્ય પ્રો-ગ્રેડના અપગ્રેડ્સ રજૂ કરે છે.

206 શહેરોમાં 574 સ્ટોર્સમાં તથા www.croma.comપર પ્રી-બુકિંગ્સ ઉપલબ્ધ છે. કિંમતની સંપૂર્ણ વિગતો અને ઉપલબ્ધતાની વિગતો માટે તમારા નજીકના ક્રોમા સ્ટોર અથવા www.croma.comની મુલાકાત લો.

  • આઇફોનના પ્રી-ઓર્ડર્સ 12 સપ્ટેમ્બરે સાંજે 5.30 કલાકથી શરૂ થશે અને તે 19 સપ્ટેમ્બરે સવારે 8.00 વાગ્યાથી ઉપલબ્ધ કરાવવાના શરૂ થશે.
  • વોચના પ્રી-ઓર્ડર્સ 10 સપ્ટેમ્બરે સવારે 10.00 કલાકથી શરૂ થશે અને તે 19 સપ્ટેમ્બરે સવારે 8.00 વાગ્યાથી ઉપલબ્ધ કરાવવાની શરૂ થશે.
  • એરપોડ્સના પ્રી-ઓર્ડર્સ 10 સપ્ટેમ્બરે સવારે 10.00 કલાકથી શરૂ થશે અને તે 19 સપ્ટેમ્બરે સવારે 8.00 વાગ્યાથી ઉપલબ્ધ કરાવવાના શરૂ થશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)