અમદાવાદ, 27 જાન્યુઆરી: EbixCash વર્લ્ડ મની દ્વારા આજે ​​જાહેરાત કરવામાં આવી છે કે તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની Buyforexને GIFT IFSC ખાતે પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર (PSP) તરીકેની અધિકૃતતા માટે સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે, જેનાથી આ મુકાત પ્રાપ્ત કરનારી તે પ્રથમ અધિકૃત ડીલર કેટેગરી-II (AD-II) ગ્રૂપની સંસ્થા બની છે.

ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર્સ ઓથોરિટી (IFSCA)એ મંજૂરી આપી છે અને Buyforexને, છેવટની શરતોની પરિપૂર્ણતાને આધીન, GIFT IFSCમાંથી નિયમન કરવામાં આવતા PSP તરીકે કામ કરવા સમર્થ બનાવે છે.

Buyforexને ચાર મુખ્ય પેમેન્ટ સેવાઓ હાથ ધરવા માટે અધિકૃતતા મળી છે:

  • એકાઉન્ટ ઇશ્યુ કરવું
  • ઇ-મની ઇશ્યુ કરવા
  • મર્ચન્ટ અધિગ્રહણ
  • વિદેશમાં ભંડોળ ટ્રાન્સફર કરવું

આ સિદ્ધિ EbixCash ગ્રૂપના રેગ્યુલેટેડ પેમેન્ટ્સને નોંધપાત્ર રીતે મજબૂત બનાવે છે અને GIFT IFSCને વિદેશમાં ચુકવણીઓ અને નાણાકીય સેવાઓ માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાની ભારતની મહત્વાકાંક્ષાને ટેકો આપે છે. આ મંજૂરી મળવાથી EbixCash વર્લ્ડ મની Buyforex દ્વારા, ભારતમાં સ્થાપિત મજબૂત, ભવિષ્ય માટે તૈયાર પેમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા વૈશ્વિક વાણિજ્ય, આંતરરાષ્ટ્રીય રેમિટન્સ અને મર્ચન્ટ પમેન્ટ પ્રવાહને ટેકો આપવા માટે સારી સ્થિતિમાં આવી ગઈ છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)