ગોદરેજે NCDFIની નવી એડમિનિસ્ટ્રેટિવ ફેસિલિટી સાથે વર્કસ્પેસીસ ઊભા કરવામાં મદદ કરે છે
અમદાવાદ, 28 જાન્યુઆરી: ગોદરેજે ગુજરાતના આણંદ ખાતે આવેલી નવી NCDFI એડમિનિસ્ટ્રેટિવ ફેસિલિટીનું ડિઝાઇન એન્ડ બિલ્ડ તેમજ ફર્નિચર વર્ક સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. આ સાથે ઇન્ટેરિયો બાય ગોદરેજે ભારતના વર્કસ્પેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવવા માટે સમગ્ર ભારતના વિવિધ સંગઠનો સાથે બ્રાન્ડના વધી રહેલા સહયોગમાં વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી છે. આ પ્રોજેક્ટ ચાર લેવલમાં ફેલાયેલો છે, જેમાં ગ્રાઉન્ડ ફ્લોર સંપૂર્ણ ડિઝાઇન એન્ડ બિલ્ડ મોડ હેઠળ તૈયાર કરવામાં આવ્યો છે, જ્યારે ઉપરના માળમાં જગ્યા અનુસાર ખાસ રીતે ડિઝાઇન કરેલું મોડ્યુલર ફર્નિચર મૂકવામાં આવ્યું છે.

ઇન્ટેરિયો બાય ગોદરેજ સ્માર્ટ, કાર્યક્ષમ અને સાંસ્કૃતિક મૂળ ધરાવતા વર્ક એન્વાયર્મેન્ટ્સ ઊભા કરવા માટેના સોલ્યુશન્સ પૂરા પાડી રહી છે. એનસીડીએફઆઈ પ્રોજેક્ટ આ પરિવર્તનનું ઉત્તમ ઉદાહરણ છે, જેમાં ડિઝાઇન, ટેકનોલોજી અને ભારતના સહકારી ડેરી આંદોલનની વિશિષ્ટ દ્રશ્ય ઓળખને એકસાથે લાવતી આધુનિક G+3 ફેસિલિટી તૈયાર કરવામાં આવી છે. આ સુવિધામાં ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરની ઓફિસો, બોર્ડરૂમ, વીઆઈપી ઝોન તેમજ વિવિધ એડમિનિસ્ટ્રેટિવ સ્પેસીસનો સમાવેશ થાય છે, જે સમગ્ર સહકારી ડેરી નેટવર્કમાં વધુ સરળ સંકલન શક્ય બનાવે તે રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે.
ઇન્ટેરિયો બાય ગોદરેજે અત્યાર સુધીમાં 1500થી વધુ પ્રોજેક્ટ્સ અમલમાં મૂક્યા છે, જે 100 મિલિયન ચોરસ ફૂટથી વધુ વિસ્તારમાં ફેલાયેલા છે. આ પ્રોજેક્ટ્સમાં કોર્પોરેટ ઓફિસો, સરકારી સુવિધાઓ, બેન્કિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર (મેટ્રો અને એરપોર્ટ્સ), મ્યુઝિયમ, ઓડિટોરિયમ, હેલ્થકેર, હોસ્પિટાલિટી, વેરહાઉસ અને રિટેલ સ્પેસિસ જેવા વિવિધ ક્ષેત્રોનો સમાવેશ થાય છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
