નિફ્ટી માટે તાત્કાલિક સપોર્ટ 22,150-22,200, રેઝિસ્ટન્સ 22,450- 22,500
| 2025-26 નાણા વર્ષ માટે સેન્સેક્સ 5,467.37 પોઈન્ટ અથવા 7 ટકા અને નિફ્ટી 1,187.95 પોઈન્ટ અથવા 5 ટકા ઘટ્યા | બેંક નિફ્ટીમાં માસિક ધોરણે સૌથી મોટો ઘટાડો, વિશ્લેષકોએ 49,800-49,500 ઝોનને સપોર્ટ લેવલ તરીકે ગણવા આપી સલાહ |

નાણા વર્ષ-26 માં FII એ ભારતીય બજારોમાંથી રૂ. 3.17 લાખ કરોડથી વધુ રકમ પાછી ખેંચી લીધી
અમદાવાદ, 31 માર્ચઃ હુમલાઓ અને જુમલાઓ વચ્ચે ઘેરાયેલા વૈશ્વિક શેરબજારોમાં સતત અનિશ્ચિતતા વધી રહી છે. તેના પ્રતિબિંબરૂપે જ GIFT મંગળવારે બપોરે 2 વાગ્યાની આસપાસ નિફ્ટી લગભગ 0.7 ટકા વધ્યો હતો. જે સ્થાનિક બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી માટે બુધવારે સુધારાની શરૂઆતનો સંકેત આપે છે.
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થવાને કારણે નબળા રોકાણકારોના સેન્ટિમેન્ટને કારણે સોમવારે બેન્ચમાર્ક્સ 2025-26 નાણાકીય વર્ષના છેલ્લા ટ્રેડિંગ સત્રમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે. સતત બીજા સત્રમાં નુકસાનને લંબાવતા, સેન્સેક્સ 1,635.67 પોઈન્ટ અથવા 2.22 ટકા ઘટીને 71,947.55 પર બંધ થયો હતો. નિફ્ટી 488.20 પોઈન્ટ અથવા 2.14 ટકા ઘટીને 22,331.40 પર બંધ થયો હતો.

નિફ્ટી ઇન્ડેક્સ માટે તાત્કાલિક સપોર્ટ 22,150-22,200 રેન્જમાં મૂકવામાં આવ્યો છે, જ્યારે રેઝિસ્ટન્સ 22,450 અને 22,500ની વચ્ચે રહેવાની શક્યતા દર્શાવતાં ટેકનિકલ એનાલિસ્ટ્સ માને છે કે, રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ (RSI) 32.01 પર છે, જે દર્શાવે છે કે ઇન્ડેક્સ ઓવરસોલ્ડ ઝોનની નજીક રહે છે. ટ્રેન્ડ સ્ટ્રેન્થમાં કોઈપણ અર્થપૂર્ણ સુધારાનો સંકેત આપવા માટે 50ના મધ્યબિંદુ લેવલથી ઉપર સતત ચાલ જરૂરી રહેશે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
