ભારતનો MSME કોમર્શિયલ ક્રેડિટ પોર્ટફોલિયો વાર્ષિક ધોરણે 13% વધ્યો


| માર્ચ25માં MSME કોમર્શિયલ ક્રેડિટ એક્સપોઝર વધી રૂ. 35 લાખ કરોડ. માર્ચ24માં રૂ. 31 લાખ કરોડ હતું | એકંદરે બેલેન્સ-લેવલ સિરિયસ ડિલિન્ક્વન્સી ઘટીને 1.8 ટકા થઈ, જે પાંચ વર્ષના તળિયે પહોંચી |
મુંબઈ, 23 મે: ભારતનો માઈક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઈઝિસ સેક્ટર માટેનો કોમર્શિયલ ક્રેડિટ પોર્ટફોલિયો 31 માર્ચ, 2025 સુધીમાં 13 ટકા વધી રૂ. 35.2 લાખ કરોડ થયો છે. ટ્રાન્સયુનિયન CIBIL અને SIDBIના મે મહિનાના MSME પલ્સ રિપોર્ટ અનુસાર, આ વલણ મુખ્યત્વે હાલના દેવાદારોને ક્રેડિટ સપ્લાયમાં વધારાને કારણે પ્રેરિત હતું. MSME સેક્ટરમાં રૂ. 50 કરોડ સુધીનું ક્રેડિટ એક્સપોઝર જોવા મળ્યું છે.

બેલેન્સ લેવલ સિરિયસ ડેલિકવન્સી (90થી 720 દિવસની બાકી (DPD)અને સબ સ્ટાન્ડર્ડ તરીકે રજિસ્ટર્ડ)માં સુધારાના કારણે એકંદરે ક્રેડિટ પોર્ટફોલિયોમાં ગ્રોથમાં જોવા મળ્યો છે. જે 1.8 ટકા સાથે પાંચ વર્ષના તળિયે પહોંચ્યો છે.
બેલેન્સ-લેવલ ડિલિન્ક્વન્સીમાં ઘટાડા સાથે ક્રેડિટ પર્ફોર્મન્સ મજબૂત
એકંદર MSME બેલેન્સ-લેવલ ડિલિન્ક્વન્સી માર્ચ 2024માં 2.1% થી 35 બેસિસ પોઇન્ટ ઘટીને 1.8% થયો હતો. આ સુધારો મુખ્યત્વે 50 લાખ રૂપિયાથી 50 કરોડ રૂપિયાની લોન લેનારાઓમાં જોવા મળ્યો હતો. જોકે, માર્ચ-2025માં રૂ. 10 લાખ સુધીના એક્સપોઝર ધરાવતા લોન સેગમેન્ટમાં 5.8%નો ઘટાડો જોવા મળ્યો હતો. જે માર્ચ 2024માં 5.1% હતો. તેવી જ રીતે, રૂ. 10 લાખથી રૂ. 50 લાખ સુધીના લોન સેગમેન્ટ માર્ચ-24માં 2.8 ટકા સામે નજીવો વધી માર્ચ-25માં 2.9 ટકા થયો છે.
માર્ચ, 2025ના અંતે પૂર્ણ થતાં ત્રિમાસિકમાં લોન માટે પૂછપરછને ધ્યાનમાં લેતાં કોમર્શિયલ ક્રેડિટ માટેની માગ 11 ટકા વધી છે. નાણાકીય વર્ષ 2024-25માં કોમર્શિયલ ક્રેડિટ સપ્લાય (મૂલ્યના આધારે) 3 ટકા વધ્યો છે. જોકે, છેલ્લા ત્રિમાસિકમાં (જાન્યુઆરી-માર્ચ 2025) ધિરાણકર્તાઓમાં બાહ્ય પડકારોને કારણે ક્રેડિટ ચિંતાઓ વધતાં તેમાં વાર્ષિક ધોરણે 11 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ મંદીના માહોલ વચ્ચે પણ નવી રોકડ ક્રેડિટ ફેસિલિટી મારફત લોનની સુવિધાઓ મળતાં 7 ટકા ગ્રોથ જોવા મળ્યો હતો. માર્ચ 2025 સુધીમાં કુલ નવી લોન ફાળવણીમાં MSME દ્વારા ન્યૂ-ટુ-ક્રેડિટ (NTC)નો હિસ્સો 47% પર મજબૂત રહ્યો હતો, પરંતુ તે એક વર્ષ અગાઉના 51% હિસ્સા કરતાં ઓછો હતો.
માર્ચ, 2025ના અંતે પૂર્ણ થતાં ત્રિમાસિકમાં સરકારી બેન્કોએ NTCનો હિસ્સો 60 ટકા રહ્યો હતો. વેપાર ક્ષેત્રે NTCનો સૌથી વધુ 53 ટકા હિસ્સો રહ્યો હતો. જ્યારે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં NTCનો હિસ્સો વાર્ષિક ધોરણે 70 ટકા રહ્યો હતો.
માર્ચ ત્રિમાસિકમાં તમામ નવી ફાળવવામાં આવેલી લોનમાં માત્ર 23 ટકા હિસ્સો હોવા છતાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો ઓરિજિનેશન વેલ્યૂમાં સૌથી વધુ 34 ટકા હિસ્સો નોંધાયો છે. છેલ્લા બે વર્ષથી આ હિસ્સામાં ઘટાડો થઈ રહ્યો છે.ઓરિજિનેશન વેલ્યૂમાં પ્રોફેશનલ્સ અને અન્ય સેવાઓનો હિસ્સો વધી 36 ટકા થયો છે. જેમાં છેલ્લા પાંચ વર્ષમાં કુલ લોન ફાળવણીના આંકડામાં 5 ટકાનો ઉછાળો નોંધાયો છે.
મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ, ઉત્તરપ્રદેશ અને દિલ્હીમાં કોમર્શિયલ લોન ફાળવણીનું પ્રમાણ વધ્યું છે. માર્ચ,2025ના અંતે પૂર્ણ થતાં ત્રિમાસિકમાં એકંદરે ઓરિજિનેશન વેલ્યૂમાં તેનો કુલ 48 ટકા ફાળો રહ્યો હતો. મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ, દિલ્હી, ઉત્તર પ્રદેશમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાંથી નવી લોનની માગ સૌથી વધુ રહી હતી.
સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેન્ક ઓફ ઈન્ડિયા (SIDBI)ના મેનેજિંગ ડિરેક્ટર અને ચેરમેન મનોજ મિત્તલે જણાવ્યું હતું કે, “MSME ક્ષેત્ર રોજગારની તકો ઉભી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને નિકાસ વૃદ્ધિમાં ફાળો આપે છે. વર્ષોથી આ ક્ષેત્રમાં ધિરાણ પ્રવાહમાં સુધારો થયો હોવા છતાં હજુ પણ સંબોધી શકાય તેવી ધિરાણ ખાધ રહી છે.”
ટ્રાન્સયુનિયન CIBILના એમડી અને સીઈઓ ભાવેશ જૈને જણાવ્યું હતું કે, “MSMEના ટકાઉ ગ્રોથ માટે તેને ઔપચારિક ધિરાણ સહાય અને દેવાના વ્યવસ્થાપનમાં માર્ગદર્શન આપવુ આવશ્યક છે.
