અમદાવાદ, 12 મેઃ માર્કેટ મૂડ અથડાયેલો રહેતાં પ્રાઇમરી માર્કેટમાં પણ મેઇનબોર્ડમાં આઇપીઓનો દુષ્કાળ સર્જાયો હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. આ વીકમાં પણ મેઇનબોર્ડમાં એકપણ આઇપીઓ નહિં આવે જ્યારે એસએમઇ સેક્ટરમાંથી બે આઇપીઓ લોન્ચ થઇ રહ્યા છે. 12 મેથી શરૂ થતા સતત બીજા અઠવાડિયામાં મેઇનબોર્ડ સેગમેન્ટ શાંત રહેશે, જોકે SME ભાગમાં સળવળાટ જારી રહેશે.

એસએમઇ સેગ્મેન્ટ એટ એ ગ્લાન્સઃ ગુજરાતી એસએમઇ આઇપીઓની એન્ટ્રી

CompanyOpening ClosingListingPrice (Rs)Size (Rs.cr.)Listing
Accretion PharmaceuticalsMay 14May 16May 2196/10129.75NSE SME
Integrity InfrabuildMay 13May 15May 2010012NSE SME
Virtual Galaxy InfoMay 09May 14May 19135/14293.29NSE SME

સિવિલ કોન્ટ્રાક્ટર ઇન્ટિગ્રિટી ઇન્ફ્રાબિલ્ડ ડેવલપર્સઃ 13 મેના રોજ જાહેર સબ્સ્ક્રિપ્શન માટે તેનો રૂ. 12 કરોડનો IPO ખોલશે. ઇશ્યૂ કિંમત પ્રતિ શેર રૂ. 100 નક્કી કરવામાં આવી છે. ગુજરાત સ્થિત કંપની મશીનરી અને સાધનોની ખરીદી, કાર્યકારી મૂડીની જરૂરિયાતો અને સામાન્ય કોર્પોરેટ હેતુ માટે IPO ની રકમનો ઉપયોગ કરવાનો ઇરાદો ધરાવે છે. આ ઓફર 15 મેના રોજ બંધ થશે.

એક્રેશન ફાર્માસ્યુટિકલ્સઃ 14 મેના રોજ લોન્ચ થવાનો છે અને 16 મેના રોજ બંધ થવાનો છે. તે પ્રતિ શેર રૂ. 96-101 ના ઉપલા ભાવ બેન્ડ પર IPO દ્વારા રૂ. 29.75 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. ફાર્માસ્યુટિકલ કંપની નવા ઇશ્યૂમાંથી મળેલા ભંડોળનો ઉપયોગ નવા સાધનો/મશીનરી ખરીદવા, હાલની ઉત્પાદન સુવિધાના અપગ્રેડેશન અને કાર્યકારી મૂડીની જરૂરિયાતો માટે કરશે. વધુમાં, ભંડોળનો ઉપયોગ દેવાની ચુકવણી અને સામાન્ય કોર્પોરેટ હેતુ માટે પણ કરવામાં આવશે.

વર્ચ્યુઅલ ગેલેક્સી ઇન્ફોટેકઃ 14 મેના રોજ તેનો રૂ. 93.29 કરોડનો IPO બંધ કરશે. શરૂઆતના પહેલા દિવસે જ આ ઇશ્યૂ 63 ટકા સબસ્ક્રાઇબ થયો હતો.

ન્યૂ લિસ્ટિંગ એટ એટ એ ગ્લાન્સઃ મનોજ જ્વેલર્સ અને શ્રીગી DLM શેરનું ટ્રેડિંગ 12 મેથી BSE SME પર શરૂ થશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)