વિક્રમ સોલારે ખાવડામાં GIPCLનો 326 MWનો ઑર્ડર મેળવ્યો

આ નવા ઑર્ડરથી ખાવડા રિન્યૂએબલ એનર્જી પાર્કમાં માત્ર વિક્રમ સોલારનું જ કુલ અંદાજિત યોગદાન 1.3 ગીગાવોટ જેટલું થશે
અમદાવાદ, 13 મેઃ ભારતના સૌથી મોટા સોલાર પીવી મોડ્યૂલ ઉત્પાદકોમાંના અગ્રણી એવા વિક્રમ સોલાર લિમિટેડને ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પાવર કંપની લિમિટેડનો કોઈ નોંધપાત્ર ઑર્ડર મેળવવામાં સફળતા મળી છે. તેમના દ્વારા ગુજરાતના કચ્છના મોટા રણમાં આવેલા ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્ક માટે 326.625 મેગાવોટના ઉચ્ચ-કાર્યક્ષમતાવાળા સૌર મોડ્યૂલ સપ્લાય કરવામાં આવશે.
આ નવીનતમ ઑર્ડર પ્રતિષ્ઠિત ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્ક માં તેના યોગદાનની કુલ ક્ષમતા આશરે 1.3 ગીગાવોટ સુધી લાવે છે—જે ખરેખર નોંધપાત્ર ગણી શકાય. આ પાર્ક ડિસેમ્બર 2026 સુધીમાં સંપૂર્ણ રીતે કાર્યરત થવાની અપેક્ષા છે, આ પાર્કનો હેતુ પ્રદેશમાં રોજગારીની અમૂલ્ય તકો ઊભી કરવાનો પણ છે.
આ મોડ્યૂલની ડિલિવરીનું શેડ્યૂલ નાણાકીય વર્ષ 2025-26 માટે કરવામાં આવ્યું છે, જે ભારતના ગ્રીન એનર્જી મેળવવાના લક્ષ્યને સાકાર કરવા માટે વિક્રમ સોલારની આગેવાનીને વધુ સુદ્રઢ બનાવે છે. આ ઑર્ડર, આબોહવાની પડકારજનક પરિસ્થિતિઓનો સામનો કરવા માટે કંપનીએ બનાવેલા આ સોલાર મોડ્યૂલની ઉચ્ચ દરજ્જાની કાર્યક્ષમતાની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ પ્રદર્શિત કરે છે.

વિક્રમ સોલારના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર જ્ઞાનેશ ચૌધરીએ જણાવ્યું: “આ ઑર્ડર મેળવવા બદલ અમે ઘણા રોમાંચિત છીએ, જે વિક્રમ સોલાર અને GIPCL વચ્ચેના મજબૂત અને સ્થાયી સંબંધોને વધુ સશક્ત બનાવે છે. ખાવડા પ્રોજેક્ટ માત્ર સંખ્યા કે ફેલાવાનું પ્રતિનિધિત્વ કરતું નથી, પરંતુ—તે ઊર્જા સુરક્ષા અને લાંબા ગાળાની ઉપલબ્ધતા પરત્વેનું એકંદર પ્રતીક છે. આ ઑર્ડર વડે, અમે ભારતના સૌથી મહત્ત્વપૂર્ણ રિન્યૂએબલ એનર્જી પ્રોજેક્ટમાંના એકમાં અમારું યોગદાન આપી રહ્યાં છીએ.”
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
