અમદાવાદ,21 જુલાઈ: ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી લિમિટેડ(ઈરેડા)એ મજબૂત આર્થિક પર્ફોમન્સ તથા મજબૂત વિકાસ વ્યૂહરચના સાથે ભારતના ક્લિન એનર્જી મિશન પ્રત્યે પોતાની કટિબદ્ધતાની પૃષ્ટી કરી છે.

ઈરેડાએ નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં સંચાલનમાંથી થતા લાભમાં 49 ટકાની વાર્ષિક ધોરણે વૃદ્ધિ નોંધાવી છે તથા કુલ આવકમાં પણ 30 ટકા વૃદ્ધિ દર્શાવી છે.  મજબૂત પર્ફોમન્સે તેના મુખ્ય કારોબારને વધુ સશક્તતા પ્રદાન કરી છે. ઈરેડાની બાકી લોન બૂક વધીને રૂપિયા 7994 કરોડ થઈ છે, જે ગત વર્ષની તુલનામાં 26 ટકા વૃદ્ધિ છે. તેમાં સોલર, વિન્ડ અને ગ્રીન હાઈડ્રોન, સ્માર્ટ મીટર તથા ઈવી જેવી ઈમર્જીંગ ટેકનોલોજીનું મહત્વનું યોગદાન છે. કંપનીએ પોતાની ઈમ્પેસેબલ એએએ (સ્ટેબલ) ડોમેસ્ટીક ક્રેડિટ રેટિંગ અને ત્રિમાસિક ગાળા દરમિયાન સફળતાપૂર્વક રૂપિયા 5,903 કરોડ એકત્રિત કર્યાં છે, જેમાં એસબીઆઈ ટોક્યો પાસેથી 26 બિલિયન જેપીવાય ઈસીબીનો પણ સમાવેશ થાય છે. તેને લીધે ખર્ચ-અસરકારક મૂડી સંબંધિત એક્સેસને સુનિશ્ચિત કરવામાં આવેલ છે.

ઈરેડાએ ગવર્નન્સ અને આર્થિક સર્વશ્રેષ્ઠતા માટે પણ માન્યતા પ્રાપ્ત કરી છે, જેમાં સીએમડીને “સીએમએ આઈકોન 2025” એવૉર્ડ અને એક મહત્વના કારોબાર ડેઈલી દ્વારા નવેમ્બર 2023-24 વચ્ચે સંપત્તિ સર્જન માટે ટોચના 5 નેશનલ રેન્કિંગ સામેલ છે.

ભારત દ્વારા તાજેતરમાં જ તેના 2030ના લક્ષ્યાંકથી પાંચ વર્ષ અગાઉ જ 50 ટકા બિન-અશ્મિભૂત ઈંધણ આધારિત પાવર ક્ષમતા હાંસલ કરવાની સીમાચિન્હરૂપ સિદ્ધિ, રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં રહેલી તકોને દર્શાવે છે. ઈરેડા આ પ્રગતિમાં અત્યંત મહત્વની ભૂમિકા ભજવી રહેલ છે અને દેશની ક્લિન એનર્જી સેક્ટરમાં પરિવર્તનને 500 ગીગાવોટના લક્ષ્યાંક તરફ લઈ જવામાં પોતાના નેતૃત્વની એટલે કે લીડરશીપની પુષ્ટી કરી રહેલ છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)