મુંબઈ, 9 એપ્રિલ: જિયો ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડની એનબીએફસી શાખા જિયો ફાઇનાન્સ લિમિટેડે (જેએફએલ) સંપૂર્ણપણે ડિજિટલ લોન અગેઇન્સ્ટ સિક્યોરિટીઝ (એલએએસ) રજૂ કરી છે. જેએફએલ દ્વારા ઓફર કરાયેલી એલએએસ એક સુરક્ષિત ધિરાણ પ્રક્રિયા છે જે ગ્રાહકોને તેમના રોકાણો જેમ કે શેર અને મ્યુચ્યુઅલ ફંડનો ઉપયોગ કરીને સ્પર્ધાત્મક વ્યાજ દરે લોન મેળવવાની સુવિધા આપે છે, અને આ બધું સંપૂર્ણપણે ડિજિટલ પ્રક્રિયા દ્વારા માત્ર દસ મિનિટમાં થાય છે.

સીમલેસ અને ડિજિટલ ફર્સ્ટ ફાઇનાન્શિયલ સેવાઓ માટે વન-સ્ટોપ ડેસ્ટિનેશન એવી જિયોફાઇનાન્સ એપ દ્વારા ઉપલબ્ધ એલએએસમાં- શેર સામે અને મ્યુચ્યુઅલ ફંડ સામે લોનનો સમાવેશ થાય છે – ગ્રાહકોને તેમની સિક્યોરિટીઝ વેચ્યા વગર, તેમની નાણાકીય જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે તેની રચના કરવામાં આવી છે. ગ્રાહકો તેમના વ્યક્તિગત રિસ્ક પ્રોફાઇલને અનુરૂપ 9.99%થી શરૂ થતા વ્યાજ દરો સાથે રૂ. એક કરોડ સુધીની લોન મેળવી શકે છે. આ લોન મહત્તમ ત્રણ વર્ષ સુધીની મુદત માટે છે, જેમાં કોઈ ફોરક્લોઝર ચાર્જ નથી. જિયોફાઇનાન્સ એપ પર એલએએસ પસંદ કરીને, ગ્રાહકો ટૂંકા ગાળાના ભંડોળની સુવિધાજનક ઍક્સેસ મેળવીને તેમની લાંબા ગાળાની રોકાણ વૃદ્ધિને ટ્રેક પર રાખી શકે છે.

જિયો ફાઇનાન્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ કુસલ રોયે જણાવ્યું હતું કે જેએફએલ જિયોફાઇનાન્સ એપ દ્વારા સુવિધાજનક રીતે સુલભ હોમ લોન, પ્રોપર્ટી લોન અને કોર્પોરેટ ફાઇનાન્સિંગ સહિત વિવિધ ધિરાણ સુવિધાઓ દ્વારા ગ્રાહકોને મૂડીની ઝડપી અને સુગમ સુલભતા આપીને તેમને સશક્ત બનાવીને ગ્રાહકને પ્રાથમિકતા આપવાની સફરની શરૂઆત કરી રહ્યું છે. જિયોફાઈન્સ યુપીઆઈ પેમેન્ટ, મની ટ્રાન્સફર, બચત ખાતા, ડિજિટલ ગોલ્ડ, વીમો અને ઇન્વેસ્ટેમેન્ટ પોર્ટફોલિયો ટ્રેકિંગ જેવી આર્થિક સેવાઓ પણ આપે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)