માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 19622- 19569, રેઝિસ્ટન્સ 19763- 19851, ઇન્ટ્રા-ડે વોચ GAIL
અમદાવાદ, 25 સપ્ટેમ્બરઃ વિતેલા સપ્તાહે ડાઉનટ્રેન્ડ સાથે નિફ્ટીએ 8 દિવસની નીચી સપાટી નોંધાવી હતી. સાતે સાથે 19620- 19680 પોઇન્ટની સપોર્ટ લેવલ્સને પણ ટચ કરી ગયો છે. તે જોતાં જો આ સપોર્ટ તૂટે તો માર્કેટમાં કરેક્શન ઘેરું બની શકે છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ દર્શાવે છે કે, 500-550 પોઇન્ટના ઘટાડા બાદ બાઉન્સબેકની શક્યતા નકારી શકાય નહિં, તેવું રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ એનાલિસિસ રિપોર્ટ દર્શાવે છે. બેન્ક નિફ્ટી માટે પણ 100 દિવસની એવરેજની સપાટી નજીક મજબૂત ટેકા સાથે દોજી કેન્ડલની રચના જોવા મળે છે. જે દર્શાવે છે કે, બેન્ક નિફ્ટી માટે 44440 મહત્વની ટેકાની સપાટી છે. તેની નીચે માર્કેટમાં વેચવાલીનું પ્રેશર વધી શકે છે. પરંતુ જો, આ લેવલ જાળવી રાખે અને 45000 ક્રોસ કરી જાય તો બેન્ક નિફ્ટી બેઝ્ડ શેર્સ સુધારાની આગેવાની લઇ શકે તેવી શક્યતા નકારી શકાય નહિં.
બેન્ક નિફ્ટીઃ સપોર્ટ 44442- 44271, રેઝિસ્ટન્સ 44890- 45167
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)