માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 21562- 21459, રેઝિસ્ટન્સ 21762- 21859, ઇન્ટ્રા-ડે વોચઃ ડાબર
અમદાવાદ, 3 જાન્યુઆરીઃ ફાર્મા અને એનર્જી સેક્ટર્સમાં સુધારાની ચાલ સાથે લેટર હાફમાં નિફ્ટીએ 21550 પોઇન્ટ સુધીના કરેક્શન બાદ સુધારાની સાધારણ ચાલ નોંધાવી હતી. ઉપરમાં નિફ્ટી માટે 21750- 21850 મહત્વની રેઝિસ્ટન્સ સપાટીઓ હોવાની સાથે સાથે નીચામાં 21300 પોઇન્ટની સપાટી મહત્વની ટેકાની સપાટી ધ્યાનમાં રાખવી. આરએસઆઇ હજી પણ 70ના લેવલની નીચે છે. મહત્વના ટેકનિકલ ઇન્ડેક્ટર્સ સૂચવે છે કે, માર્કેટ ટ્રેન્ડ મિક્સ છે. તેવું રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ ડેઇલી રિપોર્ટ જણાવે છે.
રિલાયન્સઃ 2612 સુધી સુધર્યા પછી બુધવારે 2620 ઉપર બંધ આપે તો મજબૂત સુધારાની શરૂઆત
છેલ્લા કેટલાંક દિવસથી આ શેર બિઝનેસ ગુજરાતના વોચ લિસ્ટમાં છે. ટેકનિકલી રિલાયન્સ 2620 ઉપર બંધ આપી સળંગ 3 દિવસ જાળવી રાખે તો સુધારાની મજબૂત ચાલ અને નવાં શિખરો સજ્જ કરવા માટે સજ્જ બને તેવી સલાહ ટેકનિકલ એનાલિસ્ટ્સ પણ આપી રહ્યા છે. આ ઉપરાંત ઇરેડા, એસજેવીએન, સેલો, ઇપકા લેબ્સ, આઇટીસી, જિયો ફાઇનાન્સ, યસ બેન્ક.
બેન્ક નિફ્ટીઃ બેન્ક નિફ્ટીએ તેની 20 દિવસીય એવરેજ 47650 નજીક બંધ આપ્યું છે. તે ધ્યાને લેતાં ટેકનિકલ નિષ્ણાતો એવી આગાહી કરી રહ્યા છે કે, આ લેવલની નીચે સેલઓફ્ફનો સેકન્ડ રાઉન્ડ લાવી શકે છે. ઉપરમાં 48100 રેઝિસ્ટન્સ લેવલ અને નીચામાં 47200 પોઇન્ટની સપાટી નજીકની સપોર્ટ લેવલ ધ્યાનમાં રાખી ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ ટેકનિકલ નિષ્ણાતો આપી રહ્યા છે.
https://businessgujarat.in/ વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો
https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)