અમદાવાદ, 8 જાન્યુઆરીઃ શુક્રવારે નિફ્ટી-50 એ લોઅર ટોપ અને સાઇડ મૂવમેન્ટ સાથેની દોજી કેન્ડલની રચના ચાર્ટ ઉપર નોંધાવી છે. જે દર્શાવે છે કે, માર્કેટનો ઓવરઓલ ટ્રેન્ડ હજી કન્ફર્મ થતો નથી. કોઇપણ એક બાજુ 200- 250 પોઇન્ટન વધઘટ સાથે ટ્રેન્ડ ઘૂંટાયેલો રહે તેવી સંભાવના ટેકનિકલ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. નિફ્ટી-50ની શોર્ટટર્મ રેન્જ 21550- 21850 પોઇન્ટ વચ્ચેની રહેવાની સંભાવના જણાય છે. ત્યાં સુધી માર્કેટમાં સ્ટોક અને સેકટર સ્પેસિફિક એપ્રોચ સાથે ઇન્ટ્રા-ડે ટ્રેડની સ્ટ્રેટેજી અપનાવવી જરૂરી રહેશે. સોમવારે નવા સપ્તાહની શરૂઆત ફ્લેટ ટૂ નેગેટિવ રહી શકે. જેમાં નિફ્ટી માટે સપોર્ટ 21643- 21576, રેઝિસ્ટન્સ 21764- 21817 પોઇન્ટની સપાટીઓ ધ્યાનમા રાખવા રિલાયન્સ સિક્યોરિટીઝનો ટેકનિકલ એનાલિસિસ રિપોર્ટ જણાવે છે.

ઇન્ટ્રા-ડે વોચઃ રિલાયન્સ 2620નો ટાર્ગેટ ધ્યાનમાં રાખો. અન્ય ધ્યાનમાં રાખવા જેવાં સ્ટોક્સઃ એક્સીસ બેન્ક, એચડીએફસી બેન્ક, લાર્સન, બીઓબી, જિયો ફાઇનાન્સ, ટાઇટન, ઇરેડા, એસબીએફસી, ટાર્ક

બેન્ક નિફ્ટીઃ ઇન્ટ્રા-ડે સપોર્ટ 47861-47562 પોઇન્ટ અને રેઝિસ્ટન્સ 48420- 48680 પોઇન્ટની સપાટીઓ ધ્યાનમાં રાખી બ્લુચીપ બેન્કિંગ સ્ટોક્સ ઉપર વોચ રાખવાની સલાહ માર્કેટ નિષ્ણાતો આપી રહ્યા છે.

સેકટર્સ ટૂ વોચઃ પીએસયુ, કન્સ્ટ્રક્શન, સિલેક્ટિવ ફાર્મા, ઓઇલ સ્ટોક્સ, મેટલ્સ, સિલેક્ટિવ ફાઇનાન્સિયલ્સમાં પ્રોફીટ બુકિંગ જોવા મળી શકે.

https://businessgujarat.in/ વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)