Stocks to Watch:Coforge, SigachiInd, ViceroyHotels, LloydsEnterprises, Vedanta, Suzlon, AkumsDrugs, DiamondPower, Avantel, SolarworldEnergy, PNB, Timex

અમદાવાદ, 29 ડિસેમ્બરઃ નિફ્ટી તેની 20 દિવસીય એસએમએ 26007થી સાધારણ નીચે ટ્રેડ થઇ રહ્યો છે. આરએસઆઇ 53ના લેવલે બુલિશ મોમેન્ટમનો નિર્દેશ કરે છે. જો નિફ્ટી 25800ની સપાટી જાળવી રાખે અને સુધારાની ચાલ રહે તો નિફ્ટી 26200- 26400 સુધી સુધરવાની શક્યતા હોવાનું રિલાયન્સ સિક્યુરિટીઝનો રિસર્ચ રિપોર્ટ જણાવે છે. ઉપરમાં રેઝિસ્ટન્સ પણ 26200 રહેશે તે ક્રોસ થયા પછી ટકી રહે તે ખાસ જોવાનું લેવલ રહેશે તેવું ટેકનિકલ નિષ્ણાતો જણાવી રહ્યા છે.

26 ડિસેમ્બરના રોજ, નિફ્ટી 100 પોઈન્ટ (0.૩8 ટકા) ઘટીને 26,042 પર બંધ રહ્યો હતો, જ્યારે બેંક નિફ્ટી 172 પોઈન્ટ (0.૩ ટકા) ઘટીને 59,011 પર બંધ રહ્યો હતો. મંદીવાળાઓનું વર્ચસ્વ જારી રહેવા સાથે માર્કેટ બ્રેડ્થ પર નિયંત્રણ જાળવી રાખ્યું હતું, જેમાં 1,76૩ શેર દબાણ હેઠળ હતા જ્યારે NSE પર 1,106 શેર વધ્યા હતા.

નિફ્ટીએ 26,000ના સ્તરને બચાવ્યો (જે બોલિંગર બેન્ડ્સ અને 10- અને 20-દિવસના EMAની મધ્યરેખા સાથે કંઈક અંશે સુસંગત છે), 22 ડિસેમ્બરના તેજીના ગેપમાં બંધ થયો. મોમેન્ટમ ઇન્ડિકેટર્સ થોડી સાવધાની સૂચવે છે. જ્યાં સુધી નિફ્ટી 26,250ની નીચે ટ્રેડ થાય છે ત્યાં સુધી તે કોન્સોલિડેટ થઈ શકે છે, 26,000-25,950 પર તાત્કાલિક સપોર્ટ સાથે, ત્યારબાદ 25,800 મુખ્ય સપોર્ટ હશે, જ્યારે આ સ્તરથી ઉપર નિર્ણાયક ચાલ નિફ્ટીને 26,350-26,500 તરફ ધકેલી શકે છે. દરમિયાન, જો બેંક નિફ્ટી શુક્રવારના નીચા લેવલ (58,950)ને બચાવવામાં નિષ્ફળ જાય, તો 58,800-58,700 સ્તરો જોવા માટે મહત્વપૂર્ણ રહેશે; જોકે, તેનાથી ઉપર રહેવાથી બેંકિંગ ઇન્ડેક્સ 59,100-59,300 ઝોન તરફ દોરી શકે તેવું નિષ્ણાતોએ જણાવ્યું હતું.

નિફ્ટી 26,250ની નીચે ટ્રેડ થાય ત્યાં સુધી કોન્સોલિડેટેડ રહી શકે છે, જેમાં તાત્કાલિક સપોર્ટ 26,000-25,950 પર રહેશે, ત્યારબાદ 25,800 મુખ્ય સપોર્ટ રહેશે, જ્યારે આ સ્તરથી ઉપર જવાથી ઇન્ડેક્સ 26,૩50-26,500 તરફ ધકેલાઈ શકે છે.

Stock Trades Ex-Date for Consolidation of SharesCaspian Corporate Services
Stock in F&O banSammaan Capital