BSE, NSEની પંકજ સોનું- ટ્રેડિંગ માસ્ટર સામે રોકાણકારોને ચેતવણી
મુંબઇ, 9 માર્ચઃ મુંબઇ શેરબજારો અને નેશનલ સ્ટોક એક્સચેન્જે એક સંયુક્ત યાદીમાં ચેતવણી જાહેર કરી છે કે એક્સચેન્જના ધ્યાનમાં આવ્યું છે કે, મોબાઇલ નંબર “9306132815” દ્વારા “ટ્રેડિંગ માસ્ટર” નામ ધરાવતી કંપની સાથે સંકળાયેલી “પંકજ સોનુ” નામની વ્યક્તિ સીક્યોરિટીઝ બજારમાં ટ્રેડિંગ માટે જનતા પાસેથી ફંડ મેળવી રહી છે અને સ્ટોક માર્કેટમાં રોકાણ પર સુનિશ્ચિત/ગેરન્ટેડ વળતરની ખાતરી આપે છે. આ વ્યક્તિ રોકાણકારોને તેમના યુઝર આઇડી અને પાસવર્ડ આપીને તેમના ટ્રેડિંગ એકાઉન્ટનું સંચાલન કરવાની સેવાની ઓફર પણ કરે છે.રોકાણકારોને ચેતવણી અને સલાહ આપવામાં આવે છે કે, કોઈ પણ કંપની/વ્યક્તિ દ્વારા આ પ્રકારની કોઈ સ્કીમ/પ્રોડક્ટને સબસ્ક્રાઇબ ન કરવી, જે સ્ટોક માર્કેટમાં ઇન્ડિકેટિવ/એશ્યોર્ડ/ગેરન્ટેડ વળતર આપે છે, કારણ કે આ પ્રકારની કામગીરી કાયદા દ્વારા પ્રતિબંધિત છે. વળી રોકાણકારોને કોઈ પણ વ્યક્તિની સાથે યુઝર આઇડી/પાસવર્ડ જેવી તેમની ટ્રેડિંગ ક્રેડેન્શિયલ્સ ન આપવાની સલાહ છે. કથિત વ્યક્તિ/કંપની નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડના રજિસ્ટર્ડ મેમ્બરની મેમ્બર કે અધિકૃત વ્યક્તિ તરીકે રજિસ્ટર નથી. આ પ્રકારની પ્રતિબંધિત સ્કીમ્સમાં રોકાણ કરવામાં રોકાણકારોનું પોતાનું જોખમ, ખર્ચ રહેલો છે અને એના પરિણામો તેમણે જ ભોગવવા પડશે, કારણ કે આ પ્રકારની સ્કીમ્સને એક્સચેન્જે માન્યતા આપી નથી કે એને છૂટ આપી નથી.
રોકાણકારો આ વાત પણ નોંધણી શકે છે કે, આ પ્રકારની પ્રતિબંધિત સ્કીમ્સ સાથે સંબંધિત કોઈ પણ પ્રકારના વિવાદ માટે રોકાણકારો માટે ઉપલબ્ધ નીચેનામાંથી એક પણ સંસાધનો ઉપલબ્ધ નહીં થાયઃ
- એક્સચેન્જના કાર્યક્ષેત્ર અંતર્ગત રોકાણકારના હિતની જાળવણીના ફાયદા
- એક્સચેન્જની વિવાદ પતાવટ વ્યવસ્થા
- એક્સચેન્જની રોકાણકાર ફરિયાદ નિવારણ વ્યવસ્થા
રોકાણકારોને ઉપરોક્ત નોંધ ધ્યાનમાં લેવાની સલાહ છે.
*રોકાણકારના હિતમાં જાહેર*