ઓસવાલ એનર્જીઝ લિમિટેડને કંડલાના દિનદયાળ પોર્ટ પર 5 મેગાવોટ ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટ મળ્યો

અમદાવાદ, 29 જાન્યુઆરી: ઓસવાલ એનર્જીઝ લિમિટેડ અને ગ્રીનઝો એનર્જી ઈન્ડિયા લિમિટેડના સંયુક્ત સાહસ ઓસવાલ ગ્રીનઝો એનર્જીઝને ભારત સરકારની પહેલ હેઠળ ગુજરાતના કંડલા સ્થિત દિનદયાળ પોર્ટ પર 5 મેગાવોટના ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટની ડિઝાઇન બનાવવાનો, પુરવઠો આપવાનું તથા પ્લાન્ટની સ્થાપના કરવાની કામગીરીનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. આ સાથે જ તેને માટે કરવા જરૂરી પરીક્ષણ કરવાની અને પ્લાન્ટ શરૂ કરી આપવા(કમિશનિંગ)નો કોન્ટ્રાક્ટ પણ કંપનીને જ મળ્યો છે.
આ ઐતિહાસિક પ્રોજેક્ટ ભારતના કોઈ પણ મોટા પોર્ટ પર સ્થાપવામાં આવનારો પહેલો ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટ છે. આ પ્લાન્ટને કારણે દિનદયાળ પોર્ટ કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં મોખરાનું અગ્રણી સ્થાન ધરાવતો વિસ્તાર બનશે. આ પ્રોજેક્ટ EPC (એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શન) આધાર પર અમલમાં મૂકવામાં આવશે. તેમાં સામાન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને ભવિષ્યમાં ક્ષમતા 10 મેગાવોટ સુધી વધારવાની સુવિધા પણ રાખવામાં આવેલી છે. કંડલા પોર્ટ પર પ્લાન્ટ કાર્યરત થયા બાદ દર વર્ષે અંદાજે 800 ટન ગ્રીન હાઈડ્રોજનનું ઉત્પાદન થશે.
આ કોન્ટ્રાક્ટ પર 28 જાન્યુઆરી 2026ના રોજ ગાંધીધામ ખાતે દિનદયાળ પોર્ટ ઓથોરિટીના ચેરમેન સુશીલ કુમાર સિંહ, ઓસવાલ એનર્જીઝ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર રતન બોકાડિયા અને ગ્રીનઝો એનર્જી ઈન્ડિયા લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કુશલ અગ્રવાલની હાજરીમાં સહી કરવામાં આવી હતી.

ઓસવાલ એનર્જીઝ લિમિટેડ એક અગ્રણી એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શન (EPC) કંપની છે, જે ESG (પર્યાવરણ, સામાજિક જવાબદારી અને ગવર્નન્સ), નૈતિક વ્યવસાય પદ્ધતિઓ અને સમુદાય સંલગ્નતાની પ્રતિબદ્ધતા સાથે ટકાઉ ઊર્જા સોલ્યુશન્સ પ્રદાન કરનાર વૈશ્વિક અગ્રણી બનવાની આકાંક્ષા ધરાવે છે. કંપની પાસે હાઇડ્રોકાર્બન, પેટ્રોકેમિકલ અને ગ્રીન એનર્જી ક્ષેત્રોમાં વિશાળ અનુભવ છે. ઉપરાંત ગ્રીન હાઈડ્રોજન, વેસ્ટ-ટુ-એનર્જી અને કાર્બન કૅપ્ચર સોલ્યુશન્સમાં નિષ્ણાત વૈશ્વિક ટેકનોલોજી લીડર્સ સાથે સહકાર સાધીને તેની ક્ષમતાઓને વધુ મજબૂત બનાવી છે.

ગ્રીનઝો એનર્જી ઈન્ડિયા લિમિટેડ એક અગ્રણી ક્લીન-ટેક-સ્વચ્છ ટેક્નોલોજી પૂરી પાડતી કંપની છે. આ કંપની ભારતને ટકાઉ અને ગ્રીન હાઈડ્રોજન આધારિત ભવિષ્ય તરફ ઝડપી ગતિથી આગળ વધારવાની ભાવનાને વરેલી છે. દેશની અગ્રણી ઇલેક્ટ્રોલાઇઝર્સ અને એકીકૃત હાઈડ્રોજન સિસ્ટમ્સની ઉત્પાદક કંપનીઓમાંની એક તરીકે ગ્રીનઝો સ્વદેશી નવીનતા, સ્કેલેબલ સોલ્યુશન્સ અને ઓછા ખર્ચે ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન કરવાની ટેક્નોલોજી પૂરી પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરેલું છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)E
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
