અમદાવાદ, 29 ડિસેમ્બરઃ પ્રાઈમરી માર્કેટમાં નાતાલ વેકેશનનાી ઉજવણીના મૂડ વચ્ચે સુસ્તીના વાદળો છવાયા હોય તેમ આ સપ્તાહે એકમાત્ર IPOની તે પણ એસએમઇ પ્લેટફોર્મ ઉપર એન્ટ્રી જોવા મળી રહી છે. જોકે, સેકન્ડરી માર્કેટમાં 11 નવા આઇપીઓ લિસ્ટેડ થવા જઇ રહ્યા છે. તેની ઉપર રોકાણકારોની નજર રહેશે.

એસએમઇ પ્લેટફોર્મ ઉપર યોજાશે એકમાત્ર આઇપીઓ

મોર્ડનડાયગ્નોસ્ટિક એન્ડ રિસર્ચ સેન્ટરઃ ગુરુગ્રામ સ્થિત ડાયગ્નોસ્ટિક ચેઇન IPO દ્વારા લગભગ રૂ. 37 કરોડ એકત્ર કરવા આવી રહી છે જેમાં રૂ. 136 કરોડના મૂલ્યાંકન પર 4૦.99 લાખ શેરનો સંપૂર્ણ તાજા ઇશ્યૂનો સમાવેશ થાય છે. ઓફર માટે પ્રાઇસ બેન્ડ રૂ. 85-9૦ નક્કી કરવામાં આવ્યો છે. ઓફર 31 ડિસેમ્બરે ખુલશે અને 2 જાન્યુઆરીએ બંધ થશે.

સેબીમાં ડીએરએચપી ફાઇલ કરનારી કંપનીઓ એટ એ ગ્લાન્સ

ઈટુઈ ટ્રાન્સપોર્ટેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચરઃ રેલવે ક્ષેત્ર માટે સિસ્ટમ ઇન્ટિગ્રેશન અને એન્જિનિયરિંગ સોલ્યુશન્સ પૂરા પાડતી કંપની 2 જાન્યુઆરીએ તેનો 84 કરોડ રૂપિયાનો પબ્લિક ઈશ્યૂ બંધ કરશે. આ ઈશ્યૂ 26 ડિસેમ્બરે પ્રતિ શેર રૂ. 164-174ના પ્રાઇસ બેન્ડ સાથે ખુલ્યો હતો.

સેકન્ડરી માર્કેટમાં 11 નવા આઇપીઓના લોન્ચિંગનો ધમધમાટ

આ સપ્તાહે કુલ 11 નવી કંપનીઓ શેરબજારમાં લિસ્ટિંગ મારફત પ્રવેશ કરશે, જેમાં મુખ્ય સેગમેન્ટની એક કંપની ગુજરાત કિડની એન્ડ સુપરસ્પેશિયાલિટી છે, જે ગુજરાત સ્થિત મધ્યમ કદની મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ ચેઇન છે, જે 3૦ ડિસેમ્બરે લિસ્ટિંગ થશે. 251 કરોડ રૂપિયાની ઓફર 24 ડિસેમ્બરે 5.21 ગણા સબસ્ક્રિપ્શન સાથે બંધ થઈ હતી. SME સેગમેન્ટમાં, ડાચેપલ્લી પબ્લિશર્સ શેર 3૦ ડિસેમ્બરથી BSE SME પર ટ્રેડિંગ માટે ઉપલબ્ધ થશે, જ્યારે તે જ દિવસે, શ્યામ ધાની ઇન્ડસ્ટ્રીઝ, સુંડ્રેક્સ ઓઇલ કંપની અને EPW ઇન્ડિયા NSE ઇમર્જ પર લિસ્ટ થશે. શ્યામ ધાની ઇન્ડસ્ટ્રીઝના IPO શેરે ગ્રે માર્કેટમાં 1૦૦ ટકા પ્રીમિયમ આકર્ષ્યું હતું, જ્યારે ડાચેપલ્લી પબ્લિશર્સ અને EPW ઇન્ડિયાના શેરે મધ્યમ પ્રીમિયમ જોયું હતું, પરંતુ ગુજરાત કિડની એન્ડ સુપર સ્પેશિયાલિટી અને સુંડ્રેક્સ ઓઇલ કંપનીના IPO શેરે કોઈ પ્રીમિયમ આકર્ષ્યું નહીં હોવાનું બજાર નિરીક્ષકોએ જણાવ્યું હતું. ધારા રેલ પ્રોજેક્ટ્સ31 ડિસેમ્બરથી NSE ઇમર્જ પર તેની શરૂઆત કરશે, જ્યારે BSE SME પર એડમાચ સિસ્ટમ્સ, નાન્તા ટેક, બાઈ કાકાજી પોલિમર્સ અને એપોલો ટેક્નો ઇન્ડસ્ટ્રીઝના શેરનું ટ્રેડિંગ તે જ દિવસે શરૂ થશે. બજાર નિરીક્ષકોના મતે, ગ્રે માર્કેટમાં ધારા રેલ પ્રોજેક્ટ્સ અને એપોલો ટેક્નો ઇન્ડસ્ટ્રીઝના IPO શેર અનુક્રમે 14 ટકા અને 9 ટકા પ્રીમિયમ પર ટ્રેડ થયા હતા, જ્યારે એડમાચ સિસ્ટમ્સ, નાન્તા ટેક, બાઈ કાકાજી પોલિમર્સના શેર માટે મધ્યમ પ્રીમિયમ હતું. EtoE ટ્રાન્સપોર્ટેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ NSE ઇમર્જ પર ટ્રેડિંગ શરૂ કરશે, જે 2 જાન્યુઆરીથી અમલમાં આવશે. બિડિંગના પહેલા દિવસ એટલે કે 26 ડિસેમ્બર પછી, તેના IPO શેર્સે ગ્રે માર્કેટમાં 83 ટકા પ્રીમિયમ આકર્ષ્યું હતું.