પ્રાઈમરી માર્કેટ ઝોનઃ આ સપ્તાહે યોજાશે 4 SME IPO, મેઇનબોર્ડમાં IPOનો શૂન્યાવકાશ
અમદાવાદ, 2 ફેબ્રુઆરીઃ બજેટ સેશન વેકેશન પૂર્ણાહૂતિ બાદ પ્રાઇમરી માર્કેટ ફરી સક્રીય થઇ રહ્યું છે. આ સપ્તાહે ચાર આઇપીઓ એસએમઇ સેગ્મેન્ટમાં પ્રવેશી રહ્યા છે. તે પૈકી NFP સંપૂર્ણ ફૂડ્સ, બ્રાન્ડમેન રિટેલ અને ગ્રોવર જ્વેલ્સના IPO 4 ફેબ્રુઆરીએ ખુલશે. બાયોપોલ કેમિકલ્સ 6 ફેબ્રુઆરીએ ખુલશે. જ્યારે મેઇનબોર્ડ સેગ્મેન્ટમાં આઇપીઓનો શૂન્યાવકાશ રહેશે.
NFP સંપૂર્ણ ફૂડ્સઃ 44.6 લાખ શેરના પ્રથમ જાહેર ઇશ્યૂ દ્વારા રૂ. 24.53 કરોડ એકત્ર કરવા માટે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. આ એક સંપૂર્ણપણે નવો ઇશ્યૂ છે જેની પ્રાઇસબેન્ડ રૂ. 52-55 રાખવામાં આવી છે.
| બાયોપોલ કેમિકલ્સનો IPO 6 ફેબ્રુઆરીએ ખુલશે | CKK રિટેલ માર્ટ NSE ઇમર્જ પર લિસ્ટ થશે 6 ફેબ્રુઆરીએ |
ગ્રોવર જ્વેલ્સઃ રૂ. 83-88ની પ્રાઇસબેન્ડ સાથે 38.44 લાખ શેરના પ્રારંભિક વેચાણ દ્વારા રૂ. ૩૩.૮૩ કરોડ એકત્ર કરવાન દરખાસ્ત ધરાવે છે.
બ્રાન્ડમેન રિટેલઃ 48.91 લાખ શેરની ઓફર લોન્ચ કરશે. કંપનીએ હજુ સુધી તેનો IPO પ્રાઇસ બેન્ડ જાહેર કર્યો નથી. આ ત્રણેય આઇપીઓ તા. 6 ફેબ્રુઆરી સુધી ખુલ્લા રહેશે.
NFP સંપૂર્ણ ફૂડ્સ, બ્રાન્ડમેન રિટેલ અને ગ્રોવર જ્વેલ્સના IPO 4 ફેબ્રુઆરીએ ખુલશે
બાયોપોલ કેમિકલ્સઃ ફેબ્રુઆરીએ રૂ. 102-108ની પ્રાઇસ બેન્ડ સાથે જાહેર સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે. તે 28.94 લાખ શેરના IPO દ્વારા રૂ. 31.26 કરોડ એકત્ર કરવાની દરખાસ્ત ધરાવે છે. CKK રિટેલ માર્ટ, 3 ફેબ્રુઆરીના રોજ જાહેર સબ્સ્ક્રિપ્શન માટે તેનો રૂ. 88 કરોડનો IPO બંધ કરશે. ઓફર માટે પ્રાઇસ બેન્ડ રૂ. 155-163 પ્રતિ શેર છે.

આ સપ્તાહે એસએમઇ સેગ્મેન્ટમાં 6 આઇપીઓનું થશે લિસ્ટિંગ
વધુમાં, આ અઠવાડિયે શેરબજારમાં છ SME કંપનીઓ લિસ્ટેડ થશે. જેમાંથી, હેન્ના જોસેફ હોસ્પિટલ 2 ફેબ્રુઆરીથી BSE SME પર તેની શરૂઆત કરશે, ત્યારબાદ 3 ફેબ્રુઆરીથી કસ્તુરી મેટલ કમ્પોઝિટ, જ્યારે Msafe Equipments, Kanishk Aluminium India અને Accretion Nutraveda ઇક્વિટી શેરમાં ટ્રેડિંગ 4 ફેબ્રુઆરીથી BSE SME પર શરૂ થશે. CKK રિટેલ માર્ટ 6 ફેબ્રુઆરીએ NSE Emerge પર લિસ્ટ થવાની અપેક્ષા છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
