અમદાવાદ, 10 મેઃ રોડ, બ્રિજ, ટનલ અને સંલગ્ન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર કેન્દ્રિત અગ્રણી ઇન્ટિગ્રેટેડ સિવિલ કન્સ્ટ્રક્શન કંપની રવી ઇન્ફ્રાબિલ્ડ પ્રોજેક્ટ્સ લિમિટેડે પ્રારંભિક જાહેર ભરણા (“આઇપીઓ”) દ્વારા રૂ. 1,100 કરોડ એકત્ર કરવા માટે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“ડીઆરએચપી”) ફાઇલ કર્યું છે. ડીએન્ડબી રિપોર્ટ મૂજબ કંપની નાણાકીય વર્ષ 2024 સુધીમાં કુલ ઓર્ડર બુક અને પીએટીના સંગર્ભમાં સૌથી ઝડપથી વૃદ્ધિ સાધતી એન્જિનિયરીંગ, પ્રોક્યોરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન (“ઇપીસી”) કંપની તરીકે ઉભરી આવી છે.

આ આઇપીઓમાં પ્રતિ શેર રૂ. 10ની મૂળ કિંમતે કુલ રૂ. 1,100 કરોડના ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ સામેલ છે. આ ઇશ્યૂમાં ઓફર ફોર સેલ (ઓએફએસ) નથી.

ઇશ્યૂમાંથી પ્રાપ્ત થયેલાં ભંડોળનો ઉપયોગ નવા ઉપકરણોની ખરીદી, બાકીના લેણાંની પુનઃચૂકવણી/ચૂકવણી માટે પેટા કંપનીઓમાં રોકાણ, કેટલાંક ઋણની ચૂકવણી તથા કોર્પોરેટના સામાન્ય હેતુઓ માટે કરવાની દરખાસ્ત છે.

31 ડિસેમ્બર, 2024 અને 31 માર્ચ, 2024, 31 માર્ચ, 2023 અને 31 માર્ચ, 2022 સુધીમાં કુલ ઓર્ડર બુક અનુક્રમે રૂ. 3092 કરોડ, રૂ. 2396 કરોડ, રૂ. 1782 કરોડ અને રૂ. 1603 કરોડ છે, જેમાં 31 માર્ચ, 2022થી 31 માર્ચ, 2024 સુધાં 22.26 ટકાની સીએજીઆર વૃદ્ધિ થઇ છે. નાણાકીય વર્ષ 2022, નાણાકીય વર્ષ 2023, નાણાકીય વર્ષ 2024 અને 31 ડિસેમ્બર, 2024 માટે કુલ ઓર્ડર બુક ટુ બિલ રેશિયો અનુક્રમે 1.45, 1.75, 1.72 અને 3.01 ગણો નોંધાયો છે.

ઇક્વિટી શેર્સ બીએસઇ અને એનએસઇ ઉપર લિસ્ટ થવાની દરખાસ્ત છે.

મોતિલાલ ઓસવાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ લિમિટેડ અને એક્સિસ કેપિટલ લિમિટેડ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ (બીઆરએલએમ) છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)