સદભાવ ફ્યુચરટેકે ડ્રાફ્ટ પેપર્સ ફાઇલ કર્યા
અમદાવાદ, 7 એપ્રિલ: સોલર પાવર પ્રોજેક્ટ્સની ઈપીસી કંપની સદભાવ ફ્યુચરટેક લિમિટેડે આઈપીઓ દ્વારા ફંડ એકત્રિત કરવા માટે મૂડી બજાર નિયમનકાર સેબી સમક્ષ તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે.
IPOમાં 2.55 કરોડ ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂ અને વેચાણકર્તા શેરધારકો દ્વારા રૂ. 235 કરોડના મૂલ્યની વેચાણ માટેની ઓફર (ઓએફએસ) નો સમાવેસ થાય છે. પ્રમોટર્સ સૈકત રોય, ભૂપેન્દ્ર સિંહ, બેટરઆઇકન કન્સલ્ટન્સી, નીલમ જૈન અને કેટલીક અન્ય વ્યક્તિઓ અને સંસ્થાઓ ઓએફએસમાં શેર વેચશે. ફ્રેશ ઇશ્યૂમાંથી મળેલી રકમનો ઉપયોગ તેની કાર્યકારી મૂડીની જરૂરિયાતો અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે.

2020માં સ્થપાયેલી સદભાવ ફ્યુચરટેક સોલર એનર્જી પ્રોજેક્ટ્સના એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શન (ઈપીસી) ની કામગીરી સાથે સંકળાયેલી છે જે સોલર વોટર પમ્પિંગ સિસ્ટમ્સ, રૂફટોપ સોલર સિસ્ટમ્સ અને ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલર સિસ્ટમ્સ સંબંધિત વિભાગોમાં ધ્યાન કેન્દ્રિત કરે છે. તેની સ્થાપિત ક્ષમતા 171.68 મેગાવોટ છે જેમાં 171.53 મેગાવોટ સોલાર વોટર પમ્પિંગ સિસ્ટમ્સ અને 0.15 મેગાવોટ રૂફટોપ સોલાર સિસ્ટમનો સમાવેશ થાય છે. ડીઆરએચપીની તારીખ મુજબ, તે એક ઈપીસી કરાર ધરાવે છે અને તેને 120 મેગાવોટની ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા માટે બે લેટર ઓફ ઇન્ટેન્ટ પ્રાપ્ત થયા છે.
28 ફેબ્રુઆરી, 2026 સુધીમાં, સદભાવ ફ્યુચરટેકની ઓર્ડર બુક રૂ. 2,016 કરોડ હતી, જેમાંથી રૂ. 585.88 કરોડની આવક 30 સપ્ટેમ્બર, 2025 સુધીમાં નોંધાઈ હતી. ઓર્ડર બુકમાં 19 પ્રોજેક્ટ્સનો સમાવેશ થતો હતો, જેમાં અમલીકરણનો સમય 3 થી 18 મહિનાનો હતો.
કુલ ઓર્ડર બુકમાં સરકારી એજન્સીઓ અને ખાનગી ગ્રાહકો દ્વારા આપવામાં આવેલા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે, જેમાં 65.18 ટકા સરકાર દ્વારા અપાયેલા પ્રોજેક્ટ્સ અને 34.82 ટકા ખાનગી ગ્રાહકોના છે.
નાણાંકીય બાબતે કંપનીની કામગીરીમાંથી આવક નાણાંકીય વર્ષ 2023માં રૂ. 73.05 કરોડથી વધીને નાણાંકીય વર્ષ 2025માં રૂ. 302 કરોડ થઈ હતી, જે 103.36 ટકાના સીએજીઆર દર્શાવે છે અને બાદમાં 30 સપ્ટેમ્બર, 2025ના રોજ પૂરા થતા છ મહિના માટે રૂ. 274.28 કરોડ થઈ હતી. તેનો નફો નાણાંકીય વર્ષ 2023માં રૂ. 0.85 કરોડથી વધીને નાણાંકીય વર્ષ 2025માં રૂ. 30.80 કરોડ થયો હતો, જે 502.56 ટકાનો સીએજીઆર દર્શાવે છે. 30 સપ્ટેમ્બર, 2025ના રોજ પૂરા થયેલા છ મહિના માટે તે વધુ વધીને રૂ. 40.44 કરોડ થયો હતો.
બીલાઇન કેપિટલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ આ ઓફરના એકમાત્ર બુક રનિંગ લીડ મેનેજર (BRLM) છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)
