મુંબઈ, 24 જાન્યુઆરી: SBI લાઇફ ઇન્શ્યોરન્સે તાજેતરમાં જ બે પ્રોડક્ટ્સ- ‘SBI લાઇફ – સરલ સ્વધન સુપ્રીમઅને ‘SBI લાઇફ – સ્માર્ટ સ્વધન સુપ્રીમલોન્ચ કરી છે, જે માત્ર લાઇફ કવર જ નહીં પરંતુ જે ગ્રાહકના નાણાંકીય ઉદ્દેશ્યો પૂરા કરવા માટે મેચ્યોરિટીના સમયે પ્રિમિયમ પાછા આપવાનો લાભ પણ આપે છે.

SBI લાઇફ ઇન્શ્યોરન્સના બિઝનેસ સ્ટ્રેટેજી પ્રેસિડેન્ટ અભિજિત ગુલાનીકરે જણાવ્યું હતું કે આ ઇન્શ્યોરન્સ સોલ્યુશન્સ કિફાયતી, સરળ અને ફ્લેક્સિબલ છે અને ઇન્શ્યોર્ડ વ્યક્તિ જીવી જાય તો તેવા કિસ્સામાં પ્રિમિયમ પાછા આપવા અને સુરક્ષાની વિશિષ્ટ ઇન્શ્યોરન્સ જરૂરિયાતો પૂરી પાડે છે.

‘SBI લાઈફ – સરલ સ્વધન સુપ્રીમ’ અને ‘SBI લાઈફ – સ્માર્ટ સ્વધન સુપ્રીમ’ની વિશેષતાઓ

પ્રિમિયમ ફ્લેક્સિબિલિટીઃ રેગ્યુલર પ્રિમિયમ પેમેન્ટ અથવા 7,10, 15 વર્ષનો મર્યાદિત પ્રિમિયમ ચૂકવણી ગાળો.કરવેરાના લાભોઃ 1961ના આવક વેરા કાયદા મુજબ પ્રવર્તમાન નિયમો મુજબસમયગાળોઃ ફ્લેક્સિબલ પોલિસી સમયગાળો 10થી 30 વર્ષનો છે જે વિવિધ નાણાંકીય લક્ષ્યાંકોને પહોંચી વળવા માટે વિશિષ્ટ સોલ્યુશન્સ ઓફર કરે છે
મેચ્યોરિટીના લાભોઃ મેચ્યોરિટી થવા પર પોલિસીધારકો પોલિસીના સમયગાળા દરમિયાન ભરેલા કુલ પ્રિમિયમના 100 ટકા પરત મેળવવા હકદાર બને છે (કોઈ એક્સ્ટ્રા પ્રિમિયમ, કોઈ રાઇડર પ્રિમિયમ અને કરવેરા સિવાય તમામ ભરેલા પ્રિમિયમની કુલ રકમ).સમ અશ્યોર્ડઃ આ બંને પોલિસી રૂ. 25 લાખનું મિનિમમ સમ અશ્યોર્ડ ઓફર કરે છે. જોકે SBI લાઇફ – સરલ સ્વધન સુપ્રીમની મર્યાદા રૂ. 50 લાખ છે જ્યારે SBI લાઇફ – સ્માર્ટ સ્વધન સુપ્રીમની મેક્સિમમ સમ અશ્યોર્ડની કોઈ અપર લિમિટ નથી.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)