પ્રાઇસબેન્ડરૂ. 413-435
IPO ખૂલશેતા.26 મે
IPO બંધ થશેતા. 28 મે
એન્કર ઓફરતા. 23 મે
ફેસવેલ્યૂરૂ.10
પ્રાઇસબેન્ડરૂ. 413-435
લોટ સાઇઝ34 શેર્સ
ઇશ્યૂ સાઇઝરૂ. 3500 કરોડ
લિસ્ટિંગબીએસઇ, એનએસઇ
ઇશ્યૂ સાઇઝ8,04,59,769 shares

અમદાવાદ, 23 મે : ધ લીલા પેલેસ હોટલ્સ એન્ડ રિસોર્ટ્સના પ્રમોટર્સ SCHLOSS BANGALORE LIMITED (the “Company” or the brand “The Leela”) રૂ. 35,000 મિલિયન (રૂ. 3,500 કરોડ) સુધીના મૂલ્યના પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર્સ (“Equity Shares”) ના આઈપીઓ (“Offer”) સાથે 26 મેના રોજ મૂડી બજારમાં પ્રવેશી રહી છે. ઇશ્યૂ તા. 28 મેએ બંધ થશે. એન્કર ઓફર તા. 23 મેના રોજ ખૂલી રહી છે. ઓફરમાં રૂ. 25,000 મિલિયન (રૂ. 2,500 કરોડ) સુધીના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ (the “Fresh Issue”) અને વેચાણકર્તા શેરધારક – પ્રોજેક્ટ બેલેટ બેંગ્લોર હોલ્ડિંગ્સ (DIFC) પ્રાઇવેટ દ્વારા રૂ. 10,000 મિલિયન (રૂ. 1000 કરોડ) સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે. કંપનીના શેર્સ BSE અને NSE ખાતે લિસ્ટેડ કરાવવાની દરખાસ્ત છે.

કંપનીની કામગીરી અને ઇતિહાસઃ

20 માર્ચ, 2019 ના રોજ સ્થપાયેલી શ્લોસ બેંગ્લોર લિમિટેડ ભારતની સૌથી મોટી લક્ઝરી હોસ્પિટાલિટી કંપનીઓમાંની એક છે, જેમાં કીની સંખ્યા 12 કાર્યરત હોટલનો પોર્ટફોલિયો છે જેમાં 3,382 કી છે. પોર્ટફોલિયોમાં ધ લીલા પેલેસિસ, ધ લીલા હોટેલ્સ અને ધ લીલા રિસોર્ટ્સનો સમાવેશ થાય છે. માલિકીના પોર્ટફોલિયોમાં મુખ્ય વ્યવસાય અને લેઝર સ્થળોમાં 1,216 રૂમ કી સાથે પાંચ સીમાચિહ્ન હોટલનો સમાવેશ થાય છે: બેંગલુરુ, ચેન્નાઈ, નવી દિલ્હી, જયપુર અને ઉદયપુર. આધુનિક મહેલો તરીકે પ્રખ્યાત આ હોટલો, પરંપરાગત ભારતીય સ્થાપત્યને સમકાલીન લક્ઝરી સાથે મિશ્રિત કરે છે. શ્લોસ બેંગ્લોર લિમિટેડ વિશ્વના સૌથી મોટા વૈકલ્પિક સંપત્તિ સંચાલકોમાંના એક, બ્રુકફિલ્ડના આનુષંગિકો દ્વારા સંચાલિત અને સલાહ આપવામાં આવતા ખાનગી ઇક્વિટી ફંડ્સ દ્વારા પ્રમોટ કરવામાં આવી છે.

લીડ મેનેજર્સઃ જેએમ ફાઇનાન્શિયલ, BOFA સિક્યોરિટીઝ, મોર્ગન સ્ટેનલી ઈન્ડિયા, જે પી મોર્ગન ઈન્ડિયા, કોટક મહિન્દ્રા કેપિટલ, એક્સિસ કેપિટલ, સિટીગ્રુપ ગ્લોબલ માર્કેટ્સ, IIFL કેપિટલ, ICICI સિક્યોરિટીઝ, મોતીલાલ ઓસ્વાલ ઇન્વેસ્ટમેન્ટ અને SBI કેપિટલ માર્કેટ્સ આ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)