સેનોરેસ ફાર્માએ નાણાંકીય વર્ષ 2026ના બીજા ત્રિમાસિક અને પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં મજબૂત કામગીરી નોંધાવી
અમદાવાદ, 07 નવેમ્બર: સેનોરેસ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે નાણાંકીય વર્ષ 2026ના બીજા ત્રિમાસિક ગાળામાં વૃદ્ધિમાં મજબૂતીનો માર્ગ જાળવી રાખીને નિયમન કરાયેલા, ઉભરતા અને બ્રાન્ડેડ જેનેરિક્સ સેગમેન્ટમાં મજબૂત નાણાંકીય અને ઓપરેશનલ પરિણામો આપ્યાં છે. સંશોધન-સંચાલિત આ ફાર્માસ્યુટિકલ કંપની, સ્પેશિયાલિટી અને કોમ્પ્લેક્સ જેનેરિક્સ તૈયાર કરવા બદલ ખ્યાતિ ધરાવે છે. કંપનીએ 30 સપ્ટેમ્બર 2025ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક અને અર્ધવાર્ષિક ગાળા માટે તેના અનઑડિટેડ પરિણામો જાહેર કર્યાં હતાં.
FY26ના બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન, કંપનીએ વાર્ષિક ધોરણે 61% વૃદ્ધિ સાથે રૂ. 162 કરોડની એકીકૃત આવક નોંધાવી હતી, જેમાં EBITDA 113% વધીને રૂ. 50 કરોડ અને PAT 131% વધીને રૂ. 30 કરોડ થયો હતો. FY26ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં, 66%ની વૃદ્ધિ સાથે રૂ. 300 કરોડની એકીકૃત આવક રહી હતી, જેમાં EBITDA અને PAT અનુક્રમે 88% અને 114% વધીને રૂ. 84 કરોડ અને રૂ. 51 કરોડ સુધી પહોંચ્યા હતા.
કંપનીએ FY26ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં રૂ. 31.4 કરોડની ઓપરેટિંગ રોકડ આવક ઉભી કરી હતી, જે ઝડપી વૃદ્ધિ છતાં સુધારેલું રોકડ રૂપાંતરણ બતાવે છે.
મુખ્ય બજારોમાં મજબૂત કામગીરી
નિયમન કરાયેલા બજારો:
કંપનીના પોતાના ANDA ઉત્પાદનોમાં સતત ગતિ અને મજબૂત કાર્યકારી કાર્યક્ષમતાને કારણે FY26 ના બીજા ત્રિમાસિક ગાળામાં નિયમન કરાયેલા બજારોમાંથી થયેલી આવકમાં વાર્ષિક ધોરણે 87%નો વધારો થયો. FY26માં આ સેગમેન્ટમાં EBITDA માર્જિન Q1માં 36% નોંધાયું હતું તે Q2માં વધીને 44% થયું હતું. કંપનીએ ત્રિમાસિક ગાળા દરમિયાન આઠ નવા ઉત્પાદનો લોન્ચ કર્યા હતા, જેથી તેના પોર્ટફોલિયોમાં 32 પોતાના કોમર્શિયલ ઉત્પાદનો, 81 માન્ય ANDA અને 70 પાઇપલાઇન ઉત્પાદનો, તેમજ32 કોમર્શિયલ CDMO/CMO ઉત્પાદનો છે અને 45 પાઇપલાઇનમાં છે.
ઉભરતા બજારો:
કંપની 40 થી વધુ દેશોમાં હાજરી ધરાવે છે અને FY26ના બીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 32 કરોડ તેમજ FY26માંના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં રૂ. 61 કરોડની આવક સાથે નિરંતર એકધારી ગતિએ પરિણામો આપી રહી છે. EBITDA માર્જિન લગભગ 6% પર એકધારું જળવાઈ રહ્યું છે. સેનોરેસ હાલમાં 394 મંજૂર ઉત્પાદનો ધરાવે છે અને 824 ઉત્પાદનો આ બજારમાં રજૂ કરવા માટે નોંધણી હેઠળ છે.
બ્રાન્ડેડ જેનેરિક્સ:
ભારત-કેન્દ્રિત બ્રાન્ડેડ જેનેરિક્સ વ્યવસાયમાં અસાધારણ વૃદ્ધિ નોંધાઈ હોવાથી FY26ના બીજા ત્રિમાસિક ગાળામાં વાર્ષિક ધોરણે દસ ગણાથી વધુ અને FY26ના પહેલા અર્ધવાર્ષિક ગાળામાં સાત ગણાથી વધુ આવક વૃદ્ધિ થઈ છે. આ સેગમેન્ટ હેઠળના ઘણાં ઉત્પાદનોને દેશભરની ટોચની મલ્ટી-સ્પેશિયાલિટી અને સ્પેશિયાલિટી હોસ્પિટલો તરફથી મંજૂરીઓ મળી છે અને FY26ના અંત સુધીમાં સમગ્ર ભારતમાં તેનો અમલ થશે તેવી અપેક્ષા છે.
વ્યૂહાત્મક દૃષ્ટિકોણ
સેનોરેસ તેના ચાર વ્યૂહાત્મક વિકાસ સ્તંભોને સતત મજબૂત બનાવે છે:
- નિયમન કરાયેલા બજારોમાં ANDA પોર્ટફોલિયોનું વિસ્તરણ.
- CDMO/CMO ઓપરેશન્સમાં એકધારી વૃદ્ધિ.
- ઉભરતા બજારોમાં પોર્ટફોલિયો વૈવિધ્યકરણ અને નફાકારકતામાં સુધારો.
- સમગ્ર ભારતમાં બ્રાન્ડેડ જેનેરિક વ્યવસાયનું વિસ્તરણ.
કંપનીના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ અને મેન્યુફેક્ચરિંગ ક્ષમતામાં હાલમાં ચાલી રહેલા રોકાણોથી મધ્યમ ગાળામાં સતત વૃદ્ધિ અને માર્જિનમાં સુધારો થવાની અપેક્ષા છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
