અમદાવાદ, 31 મે: ઈફકોનો નાણાકીય વર્ષ 2024-25માં કરવેરા અગાઉ રૂપિયા 3,811 કરોડનો નફો નોંધાવ્યો છે અને નેનો ફર્ટીલાઈઝર્સના વેચાણમાં 47 ટકાની વૃદ્ધિ દર્શાવી છે. નેનો-ફર્ટીલાઈઝર્સનું 365.09 લાખ બોટલનું વેચાણ કર્યું છે, જે અગાઉના વર્ષ (2023-24)માં 248.95 લાખ બોટલનું વેચાણ નોંધાવ્યું હતું. 2024-25 દરમિયાન રૂપિયા 41,244 કરોડનું ટર્નઓવર નોંધાવ્યું છે.

ઈફકોના અધ્યક્ષ દિલીપ સાંઘાણીએ મીડિયા સાથે વાતચીત કરતી વખતે કહ્યું કે સતત ત્રીજા નાણાકીય વર્ષમાં રૂપિયા 3000 કરોડથી વધારે નફો નોંધાવ્યો છે. છેલ્લા 23 વર્ષથી સતત ઈફકો તેના સભ્યોને ભરપાઈ થયેલ શેરમૂડી પર 20 ટકા ડિવિડન્ડ આપી રહી છે. વેચવામાં આવેલ 365 લાખ બોટલ પૈકી ઈફકો નેનો યુરિયા પ્લસ (તરલ)ની 268 લાખ બોટલ તથા ઈફકો નેનો ડીએપી (તરલ)ની 97 લાખ બોટલ નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન વેચાણ કરવામાં આવેલ છે. નાણાકીય વર્ષ 2023-24ની તુલનામાં ઈફકો નેનો યુરિયા પ્લસ(લિક્વિડ)નું વેચાણ 31 ટકા તથા ઈફકો નેનો ડીએપી (લિક્વિડ)નું વેચાણ 118 ટકા વધારે છે. આ વેચાણ ફક્ત 12 લાખ મેટ્રીક ટન પરંપાગત યુરિયા તથા 4.85 લાખ મેટ્રીક ટન પરંપરાગત ડીએપીની સમકક્ષ છે.  ઈફકોના ડબ્લ્યુએસએફ/સ્પેશ્યાલિટી ફર્ટીલાઈઝર્સ/સાગરિકા ગ્રેન્યુલે ફર્ટીલાઈઝરમાં 1.92 લાખ મેટ્રીક ટનનું વેચાણ હાંસલ કરવામાં આવ્યું છે.  ડબ્લ્યુએસએફ/સ્પેશ્યાલિટી ફર્ટીલાઈઝર્સમાં વેચાણ 1.30 લાખ મેટ્રીક ટન થયું છે, જે અગાઉના નાણાકીય વર્ષની તુલનામાં 2 ટકા વધારે છે. સાગરિકા લિક્વિડનું વેચાણ 11.55 લાખ લીટર છે, જે 33 ટકા વધારે છે, સાગરીકા ગ્રેન્યુલ 68,000 મેટ્રીક ટન છે, જે 28 ટકા વધારે છે તથા બાયો-ફર્ટીલાઈઝરનું વેચાણ 8.61 લાખ લીટર છે, જે અગાઉના નાણાકીય વર્ષની તુલનામાં 35 ટકા વધારે છે.

ઈફકોના મેનેજીંગ ડિરેક્ટર ડો.યુએસ અવસ્થીએ જણાવ્યું હતું કે ઈફકોએ 40થી વધારે દેશોમાં પોતાની ઉપસ્થિતિનું વિસ્તરણ કર્યું છે, જેમાં અમેરિકા, બ્રાઝીલ, સ્લોવેનિયા, મોરીશિયસ, ઝામ્બિયા, નેપાળ, બાંગ્લાદેશમાં વધુ સારા પર્ફોમન્સ તથા ઓછા ફર્ટીલાઈઝરનો ઉપયોગ નોંધાવ્યો છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)