ત્રિમાસિક EBITDA: રૂ.૧૯,૩૦૩ કરોડ, વાર્ષિક ધોરણે ૧૬.૪% નો વધારોજિયો 5G સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા ૨૫ કરોડ (૨૫૦ મિલિયન) ને વટાવી ગઈ
ફિક્સ્ડ બ્રોડબેન્ડનો ગ્રાહક આધાર ૨.૫ કરોડ (૨૫ મિલિયન) ને પાર કરી ગયોJio Airfiber ૧ કરોડ સબ્સ્ક્રાઇબર્સનો આંકડો વટાવનારી વિશ્વની પ્રથમ FWA સેવા બની
ડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં કુલ સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા ૫૧.૫ કરોડ (૫૧૫ મિલિયન)થી વધુકુલ ડેટા ટ્રાફિક વાર્ષિક ધોરણે ૩૪% વધીને ૬૨ એક્સાબાઈટ (Exabytes) થી વધુ થયો

આકાશ એમ. અંબાણી, ચેરમેન, રિલાયન્સ જિયો ઇન્ફોકોમે જણાવ્યું હતું કે: “જિયો વિશ્વના શ્રેષ્ઠ ટેકનોલોજી પ્લેટફોર્મ્સ ભારતીય વપરાશકર્તાઓના હાથમાં લાવીને ભારતની ડિજિટલ ક્રાંતિ માટે ઉદ્દિપક (Catalyst) બન્યું છે. જિયોનો ૫૦0 મિલિયનથી વધુનો સબ્સ્ક્રાઇબર બેઝ, ગ્રાહકો અંગેની ઊંડી સમજ અને સમગ્ર ભારતમાં ફેલાયેલું વિતરણ નેટવર્ક, ‘રિલાયન્સ ઇન્ટેલિજન્સ’ (Reliance Intelligence) ના ઉદ્દેશ્યને મજબૂત બનાવશે. અમારો હેતુ ભારતને માત્ર AI-સક્ષમ જ નહીં, પરંતુ AI-સશક્ત બનાવવાનો છે – જ્યાં દરેક નાગરિક અને સાહસ સર્જન કરવા, નવીનતા લાવવા અને વિકાસ કરવા માટે AI સાધનોનો ઉપયોગ કરી શકે. આ આગામી વર્ષોમાં તમામ હિતધારકો માટે સતત મૂલ્ય નિર્માણને પ્રોત્સાહન આપશે.”