હિન્દુસ્તાન ઝિંકના Q3 પરિણામો ઉપર એનાલિસ્ટ્સને વિશ્વાસ, 17% તેજીની સંભાવના
અમદાવાદ, 23 જાન્યુઆરીઃ અગ્રણી બ્રોકરેજ કંપનીઓ જેફરીઝ, જેએમ ફાઇનાન્શિયલ અને સિસ્ટમેટિક્સે કંપનીના નાણાકીય વર્ષ 2026ના ત્રીજા ક્વાર્ટરના મજબૂત પ્રદર્શનને ધ્યાનમાં લેતાં હિન્દુસ્તાન ઝિંક લિમિટેડ માટે તેમની ટાર્ગેટ પ્રાઇઝમાં વધારો કર્યો છે. આ બ્રોકરેજ કંપનીઓએ કંપનીના નફામાં મજબૂત વૃદ્ધિ, સુધારેલા માર્જિન અને સારી કમાણીની સંભાવનાઓને ટાંકીને આ વધારો કર્યો છે. ક્વાર્ટર દરમિયાન કંપનીને ઝીંક અને સિલ્વરના ઊંચા ભાવ, ઉત્પાદન ખર્ચમાં ઘટાડો તેમજ સતત મજબૂત ઓપરેટિંગ પ્રદર્શનનો લાભ થયો છે, જેના કારણે એનાલિસ્ટ્સે તેમના અર્નિંગના અંદાજ અને મૂલ્યાંકનને અપગ્રેડ કર્યું છે.
જેએમ ફાઇનાન્શિયલ, જેફરીઝ અને સિસ્ટમેટિક્સે અનુક્રમે રૂ. 770, રૂ. 750 અને રૂ. 755ના સુધારેલા ટાર્ગેટ પ્રાઇઝ સાથે તેમના બાય રેટિંગને પુનરાવર્તિત કર્યા છે. વૈશ્વિક બ્રોકરેજ ફર્મ એચએસબીસીએ પણ રૂ. 750ના ટાર્ગેટ પ્રાઇઝ સાથે તેનું બાય રેટિંગ જાળવી રાખ્યું છે. એચએસબીસીએ આવકમાં મજબૂત વૃદ્ધિ, સિલ્વરના યોગદાનમાં વધારો તેમજ સતત ખર્ચ શિસ્તને તેના મુખ્ય પરિબળો ગણાવ્યાં છે. યસ સિક્યોરિટીઝે તેનું એડીડી રેટિંગ જાળવી રાખ્યું છે અને તેનો ટાર્ગેટ પ્રાઇઝ વધારીને રૂ. 725 કર્યો છે, જ્યારે કે મોતીલાલ ઓસ્વાલે ન્યુટ્રલ વલણ સાથે તેનો ટાર્ગેટ પ્રાઇઝ વધારીને રૂ. 720 કર્યો છે. એન્ટિક સ્ટોક બ્રોકિંગે વેલ્યુએશન અંગે સાવધાની રાખીને ઝિંક અને સિલ્વરના ભાવમાં વધારાને પગલે તેના ટાર્ગેટ પ્રાઇઝમાં વધારો કર્યો છે.
બ્રોકરજ કંપનીઓ દ્વારા હિન્દુસ્તાન ઝિંકના તાજેતરના રેટિંગ અને ટાર્ગેટ પ્રાઇઝ
| Brokerage Firm | Rating | Target Price (₹) | Potential Upside (%)* |
| JM Financial | Buy | 770 | 16.6% |
| Systematix | Buy | 755 | 14.3% |
| HSBC | Buy | 750 | 13.6% |
| Jefferies | Buy | 750 | 13.6% |
| YES Securities | Add | 725 | 9.8% |
| Motilal Oswal | Neutral | 720 | 9.0% |
| B&K | Hold | 668 | 1.2% |
| Antique | Hold | 621 | -6.0% |
જેએમ ફાઇનાન્શિયલના જણાવ્યા અનુસાર હિન્દુસ્તાન ઝિંકના માર્જિનને ટેકો આપતા મુખ્ય પરિબળોમાં એલએમઇ ઝિંક અને સિલ્વરના ઊંચા ભાવ અને ઝિંક ઉત્પાદન ખર્ચમાં ઘટાડો સામેલ છે. આ ઉપરાંત સ્થાનિક કોલસાના વપરાશમાં વધારો અને કોલસાના ભાવમાં ઘટાડો થવાને કારણે ઓછી વીજળી કિંમત પણ મદદરૂપ બની રહી છે. કંપનીને અપેક્ષા છે કે ઝિંક ઉત્પાદન ખર્ચ પ્રતિ ટન 950-1,000 યુએસ ડોલરની રેન્જમાં રહેશે, જે નફાકારકતાને સતત ટેકો આપશે.
જેફરીઝ અને સિસ્ટમેટિક્સે પુનરોચ્ચાર કર્યો કે હિન્દુસ્તાન ઝિંક સિલ્વરના ભાવમાં તેજીના મુખ્ય લાભાર્થી રહ્યું છે, જેના કારણે ઇબીઆઇટીમાં સિલ્વરના હિસ્સામાં નોંધપાત્ર વધારો થયો છે. બંને બ્રોકરેજિસે મજબૂત ઓપરેટિંગ લિવરેજ, શિસ્તબદ્ધ ખર્ચ નિયંત્રણો અને મજબૂત કેશ જનરેશન મધ્યમગાળાની કમાણીની દૃશ્યતાને ટેકો આપતા તરીકે ટાંક્યા છે.
તેજીના સેન્ટિમેન્ટને વધુ મજબૂત બનાવતા એચએસબીસીને ઊંચા વોલ્યુમ અને સિલ્વરના ઊંચા ભાવને કારણે હિન્દુસ્તાન ઝિંક માટે ચોથા ક્વાર્ટરમાં મજબૂત રોકાણની અપેક્ષા છે. બ્રોકરેજ કંપનીએ જણાવ્યું હતું કે, “અમે આશા રાખીએ છીએ કે ઊંચા વોલ્યુમ અને સિલ્વરના ભાવમાં તીવ્ર વધારો થવાને કારણે ચોથું ક્વાર્ટર વધુ મજબૂત બનશે. ચોથા ક્વાર્ટરમાં વોલ્યુમ સૌથી વધુ છે અને કંપનીએ આ વર્ષે વ્યાપકપણે તેનું ગાઇડન્સ જાળવી રાખ્યું હોવાથી સિલ્વરના વોલ્યુમમાં ત્રિમાસિક ધોરણે વૃદ્ધિ થવાની ધારણા છે.”
યસ સિક્યોરિટીઝે વોલ્યુમમાં ત્રિમાસિક ધોરણે રિકવરી સૂચવ્યું છે, જ્યારે કે મોતીલાલ ઓસ્વાલે હિન્દુસ્તાન ઝિંકમાં અર્નિંગના અંદાજ અને માર્જિન વિસ્તરણને મુખ્ય સકારાત્મક પરિબળો તરીકે ગણાવ્યા હતા.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
