કંપનીનો એબિટા Q4FY25માં 8.9 ટકા માર્જીન સાથે રૂપિયા 5.7 કરોડ, સેલ્સ વોલ્યુમ 12.8 ટકા વધી 1,75,464 સીબીએમ રહ્યા

અમદાવાદ, 31 મે: ભારતમાં એરેટેડ ઓટોક્લેવ્ડ કોન્ક્રીટ (AAC) બ્લોક્સ, બ્રિક્સ અને પેનલ્સના સૌથી મોટા ઉત્પાદકો પૈકીની એક બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડે (BSE 540061; NSE: BIGBLOC) નાણાકીય વર્ષ 2025 માટે રૂ. 3.2 કરોડનો કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટ નોંધાવ્યો છે. કંપનીએ ઓપરેશન્સથી કુલ રૂ. 224.6 કરોડની રેવન્યુ થઈ હતી, જ્યારે એબિટા રૂ. 29.2 કરોડ રહ્યો હતો. Q4FY2025 દરમિયાન કંપનીએ રૂ. 64.6 કરોડની રેવન્યુ નોંધાવી હતી, ત્યારે એબિટા રૂ. 5.7 કરોડ રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2025માં સ્ટારબિગબ્લોક બિલ્ડિંગ મટેરિયલ લિમિટેડ, બિગબ્લોક બિલ્ડિંગ એલિમેન્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ તથા સિયામ સિમેન્ટ બિગબ્લોક કન્સ્ટ્રક્શન ટેકનોલોજીસ પ્રાઈવેટ લિમિટેડ ખાતે કેપિસિટી યુટીલાઈઝેશન  અનુક્રમે 76 ટકા, 72 ટકા અને 16 ટકા રહી છે. માર્ચ 2025 સુધીમાં પ્રમોટર ગ્રુપે તેમનો હિસ્સો વધારીને 72.67% કર્યો છે, માર્ચ ક્વાર્ટરમાં ઓપન માર્કેટમાંથી 60,000 શેર ખરીદ્યા છે.

બિગબ્લોક કન્સ્ટ્રક્શનના ચેરમેન નારાયણ સાબૂએ પરિણામો અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે સંચાલનમાંથી થતી સંકલિત આવક વાર્ષિક ધોરણે 7.6 ટકા ઘટીને રૂપિયા 224.6 કરોડ રહી છે.  આવકમાં જે ઘટાડો થયો છે તેનું મુખ્ય કારણ ભારતના કન્સ્ટ્રક્શન સેક્ટરમાં મંદી છે, જે અમારા વિવિધ ઉત્પાદનોની માંગને વધારવા માટેનું મુખ્ય ચાલકબળ છે, આ ઉપરાંત અન્ય કેટલાક બાહ્ય પરિબળોની પણ નોંધપાત્ર અસર થઈ છે. 2015 માં સ્થાપિત, બિગબ્લોક કન્સ્ટ્રક્શન લિમિટેડ ભારતમાં સૌથી મોટા અને એકમાત્ર લિસ્ટેડ AAC બ્લોક ઉત્પાદકોમાંનું એક છે, જે ગુજરાત (ખેડા, ઉમરગાંવ, કપડવંજ) અને મહારાષ્ટ્ર (વાડા)માં પ્લાન્ટ્સમાં 1.3 મિલિયન CBM વાર્ષિક ક્ષમતા ધરાવે છે. ‘NXTBLOC’ બ્રાન્ડ હેઠળ તેના ઉત્પાદનોનું માર્કેટિંગ કરતી આ કંપની, AAC ઉદ્યોગમાં કાર્બન ક્રેડિટ જનરેટ કરનારી થોડી કંપનીઓમાંની એક છે.
વર્ષ દરમિયાન સંચાલકીય સંકલિત કેપિસિટી યુટીલાઈઝેશન 59 ટકા રહી છે. ક્ષમતા ઉપયોગનું આ નીચુ પ્રમાણ ખાસ કરીને ઉમરગાંવ પ્લાન્ટ ખાતે અગાઉથી નિર્ધારીત શટડાઉન તથા ટેકનોલોજી અપગ્રેડને લીધે છે. તેની ઈબીઆઈટીડીએ પર પણ અસર થઈ છે, જે નાણાકીય વર્ષ 2025માં રૂપિયા 29.2 કરોડ રહેલ. જોકે ટ્રાયલ ઓપરેશન્સ ઓક્ટોબર 2024માં ફરી શરૂ કરવામાં આવેલ, અને પ્લાન્ટ હવે ધીમે ધીમે મહત્તમ યુટીલાઈઝેશનના લેવલ પર જઈ રહ્યો છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)