કલ્પતરૂ લિમિટેડનો IPO લાંબા ગાળા માટે ખરીદવા બ્રોકરેજ હાઉસની ભલામણ
મુંબઇ, 26 જૂનઃ કલ્પતરૂ લિમિટેડના આઈપીઓ અંગે હકારાત્મક પ્રતિભાવ આપનારી તમામ બ્રોકરેજ કંપનીઓ પૈકીની મોટાભાગની કંપનીઓએ તેના ઇન્વેસ્ટર ક્લાયન્ટ્સને લાંબા ગાળા માટે સબ્સ્ક્રાઇબ કરવાની ભલામણ કરી છે.
કંપની 90 ટકાથી વધુ જમીનો ધરાવે છે કારણ કે તેણે ઋણ દ્વારા લીધેલા ફંડ્સનો આવા હસ્તાંતરણો કરવા માટે ઉપયોગ કર્યો છે. તેના થાણેના કોલશેટ ખાતેના હાલના ટાઉનશિપ પ્રોજેક્ટ્સ તથા એમએમઆર અને પૂણેમાં હાલ ચાલી રહેલા 25 પ્રોજેક્ટ્સથી તેના વેચાણમાં વૃદ્ધિ થશે જે તબક્કાવાર હાલ ચાલી રહેલા પ્રોજેક્ટ પૂરા થવા પર આધારિત હશે. આ ઉપરાંત દેવામાં પણ ઘટાડો થશે જેના પગલે નફામાં ઉચ્ચ વૃદ્ધિ થશે એમ જણાવતા બજાજ બ્રોકિંગ લિમિટેડે આઈપીઓ માટે લાંબા ગાળા માટે સબ્સ્ક્રાઇબની ભલામણ કરી હતી.
તેણે આઈપીઓ નોટમાં વધુમાં ઉમેર્યું હતું કે મેનેજમેન્ટના મતે નાણાંકીય વર્ષ 2023માં વેચાણમાં વધારો તેની જમીનના વેચાણની એક વખતની આવકને આભારી છે અને ઓવરહેડ્સ વગેરના અનુરૂપ એડજસ્ટમેન્ટ્સના લીધે વધુ નુકસાન થયું હતું.
નુકસાન અંગે ઇન્ડસેક સિક્યોરિટીઝ લિમિટેડે તેની આઈપીઓ નોટમાં લાંબા ગાળા માટે સબ્સ્ક્રાઇબની ભલામણ કરતા જણાવ્યું હતું કે કંપનીએ ખોટ નોંધાવી હતી કારણ કે તેણે પોઇન્ટ ઇન ટાઇમના આધારે અથવા જ્યારે પણ પ્રોજેક્ટને ઓક્યુપેશન સર્ટિફિકેટ આપવામાં આવે ત્યારે આવકને ઓળખી કાઢી હતી. આ આવકને ઓળખવાની પદ્ધતિ હેઠળ ડેવલપમેન્ટ પર થતા ખર્ચને જે સમયગાળામાં તે થાય તે દરમિયાન નોંધવામાં આવે છે. આ ઉપરાંત કંપની પ્રોજેક્ટ ડેવલપમેન્ટ અને સેલ્સમાં રોકાણ વધારવાનો ઇરાદો ધરાવે છે. આનાથી સેલ્સની ઊંચી કોસ્ટ જળવાઈ રહે તથા જો હોય તો નફાકારકતાની વૃદ્ધિ મર્યાદિત રહે તેવી શક્યતા છે.
વેલ્યુએશન પર ઇશ્યૂ પછીના આધારે રૂ. 2,166 કરોડના નાણાંકીય વર્ષ 2025ના એન્યુઅલાઇઝ્ડ વેચાણને ધ્યાનમાં લેતા કંપની રૂ. 8,524.07 કરોડના માર્કેટ કેપ સાથે લગભગ 3.93 ગણા માર્કેટ કેપ/સેલ્સ પર લિસ્ટ થવા માટે તૈયાર છે જ્યાં તેની સાથી કંપનીઓ જેવી કે ઓબેરોય રિયલ્ટી લિમિટેડ, મેક્રોટેક ડેવલપર્સ લિમિટેડ, ગોદરેજ પ્રોપર્ટીઝ લિમિટેડ, સનટેક રિયલ્ટી લિમિટેડ, મહિન્દ્રા લાઇફસ્પેસ ડેવલપર્સ લિમિટેડ, કીસ્ટોન રિયલ્ટર્સ લિમિટેડ અને પ્રેસ્ટિજ એસ્ટેટ્સ પ્રોજેક્ટ્સ લિમિટેડ અનુક્રમે 13 ગણા, 10 ગણા, 15 ગણા, 8 ગણા, 21 ગણા, 3 ગણા અને 10 ગણા જેટલા માર્કેટ કેપ/સેલ્સ રેશિયો પર ટ્રેડ કરી રહી છે, એમ મારવાડી ફાઇનાન્શિયલ શેર્સે તેની આઈપીઓ નોટમાં જણાવતા આઈપીઓને સબ્સ્ક્રાઇબની ભલામણ કરી હતી.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
