વડોદરામાં પર્યાવરણને અનુકૂળ હોસ્પિટાલિટી માટે ઇકો હોટેલ શરૂ થઈ
અમદાવાદ, 10 ઓક્ટોબર: પર્યાવરણને અનુકૂળ હોસ્પિટાલિટી ક્ષેત્ર માટે નવા માપદંડો સ્થાપિત કરનારી ઇકો હોટેલ્સ એન્ડ રિસૉર્ટ્સ લિમિટેડને ગુજરાતની સાંસ્કૃતિક, જીવંત અને ઔદ્યોગિક નગરી વડોદરામાં તેની પોતાની સૌથી નવી પ્રોપર્ટી શરૂ કરવાની જાહેરાત કરવાની ખુશી છે. વડોદરા ગુજરાતમાં પોતાનાં સમૃદ્ધ સાંસ્કૃતિક-ઐતિહાસિક વારસા માટે પ્રસિદ્ધ છે તથા ઔદ્યોગિક કેન્દ્ર છે તેમજ હવે તેની વ્યવસાયિક પૃષ્ઠભૂમિમાં વધારો થઈ રહ્યો છે. વડોદરા સમા સાવલી હોટેલ યુનિટ ખુલવાની સાથે કંપની હવે કુલ ત્રણ હોટેલ્સમાં 136 રૂમ ધરાવે છે તથા સપ્ટેમ્બર, 2025માં ઉત્તરપ્રદેશની આધ્યાત્મિક અને પ્રાચીન નગર વારાણસીમાં વધુ 30 રૂમ શરૂ થશે.

ઇકો હોટેલ્સ એન્ડ રિસૉર્ટ્સ લિમિટેડ પર્યાવરણને અનુકૂળ હોસ્પિટાલિટી સુવિધા પ્રદાન કરવામાં મોખરે છે. કંપનીને વડોદરામાં પોતાની નવી પ્રોપર્ટી શરૂ કરવાની જાહેરાત પર ખુશી છે. 57 રૂમની હોટેલ સુવિધા કે લક્ઝરી સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન કર્યા વિના પર્યાવરણને અનુકૂળ રોકાણની સુવિધા ઇચ્છતાં બિઝનેસ ટ્રાવેલર્સને સેવા આપવા ડિઝાઇન કરી છે. દરેક રૂમ 3-સ્ટાર+ કેટેગરીમાં પ્રાપ્ત પ્રીમિયમ અને દુર્લભ સુવિધાઓ ધરાવે છે, જેમાં 400-થ્રેડ કાઉન્ટ લિનેન, 650 GSM બાથ ટૉવેલ અને 8 ઇંચ ઑર્થોપેડિક મેટ્રેસ્સીસ સામેલ છે, જે રાહતદાયક અને સ્ફૂર્તિદાયક અનુભવની ખાતરી આપે છે.

પ્રોપર્ટી 100 ટકા વેજીટેરિયન ભોજન પણ પૂરું પાડે છે, જેમાં સહર રેસ્ટોરાં ડુંગળી-લસણ વિનાનું અને ગ્લુટેન-મુક્ત નાસ્તાનાં વિકલ્પો પ્રદાન કરે છે તથા કિક ઇન ધ બ્રિક સમગ્ર એશિયન અને કોન્ટિનેન્ટલ વાનગીઓ પ્રદાન કરે છે. આ તમામ મેનુ વેલનેસ પર કેન્દ્રિત છે. 2,800 ચોરસ ફીટનો બેન્ક્વેટ હોલ 100 ચોરસ ફીટની LED સ્ક્રીન અને 2000-વૉટ સાઉન્ડ સિસ્ટમ સાથે સજ્જ છે, જે અતિ-અસરકારક પ્રેઝન્ટેશન, હાઇબ્રિડ બેઠકો અને બ્રાન્ડ શૉકેસ માટે તેને આદર્શ બનાવે છે તેમજ વ્યક્તિગત પસંદગીઓને ધ્યાનમાં રાખીને ગરબા કમ ડીજી નાઇટ્સ માટે પણ આદર્શ છે.
આ પ્રોપર્ટી વડોદરામાં એરપોર્ટ, રેલવે સ્ટેશન, જીઆઇડીસી ઔદ્યોગિક ઝોન, જેન્ડા સર્કલ બિઝનેસ હબ અને શહેરનાં અન્ય જાણીતા વિસ્તારોની અતિ નજીક છે, જે કોર્પોરેટ અને લેઇઝર મહેમાનો એમ બંને માટે વિશિષ્ટ રીતે સુવિધાજનક છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
