અમદાવાદ, 10 ઓક્ટોબર: ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2025ના ઉદ્દઘાટનના દિવસે જિયોએ AI ક્લાસરૂમના પ્રારંભની જાહેરાત કરી હતી. નિઃશુલ્ક તથા શીખાઉ વ્યક્તિઓ માટે અનુકૂળ JIOPC સંચાલિત આ ફાઉન્ડેશન કોર્સ તમામ લોકોને એઆઇ માટે તૈયાર કરવા ડિઝાઇન કરાયો છે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બાળકોના ભણવા, કામ કરવા અને સર્જન કરવાની પદ્ધતિને બદલી રહ્યું છે. તેમને યોગ્ય જ્ઞાન, કૌશલ્ય અને સાધનોના ઉપયોગથી સક્ષમ બનાવી, તેઓ તકોને અનલૉક કરી શકે, પોતાનું ભવિષ્ય ઘડી શકે અને વિશ્વ પર પોતાની છાપ છોડવા માટે સશક્ત બની શકે છે.

આ મિશનને સહાય કરવા માટે JIOPC જિયો ઇન્સ્ટિટ્યૂટના સહયોગથી AI ક્લાસરૂમરજૂ કરી રહ્યું છે. જે ખાસ કરીને શીખાઉ લોકો માટેનો અનોખો, વ્યવસ્થિત, પ્રમાણિત અને નિઃશુલ્ક એઆઇ ફાઉન્ડેશન કોર્સ છે. આ કોર્સ પીસી, ડેસ્કટોપ અથવા લેપટોપનો ઉપયોગ કરનાર કોઈપણ વ્યક્તિ માટે સુલભ છે. શીખનારાઓ તેમના જિયો સેટ ટોપ બોક્સ પરના JIOPC દ્વારા તેમના ટીવી ઉપર પણ આ કોર્સને એક્સેસ કરી શકે છે.

JIOPC એક નેક્સ્ટ-જનરેશન, એઆઇ માટે તૈયાર કમ્પ્યૂટર છે, જે ‘પે-એઝ-યુ-ગો’ સબ્સ્ક્રિપ્શન મોડેલ સાથે આવે છે. તે કોઈપણ સ્ક્રીનને હંમેશાં એડવાન્સ્ડ અને સદાય સુરક્ષિત કમ્પ્યુટરમાં રૂપાંતરિત કરે છે, જેમાં રિપેર અને મેઇન્ટેનન્સની કોઈ આવશ્યકતા રહેતી નથી. તેમાં ઉત્પાદકતા વધરાવાની, શીખવાની, શિક્ષણ મેળવવાની, સર્જનાત્મકતાની અને ડિઝાઇન માટેની એપ્લિકેશનો ઉપલબ્ધ છે.

જિયો ઇન્સ્ટિટ્યૂટ રિલાયન્સ ગ્રૂપ દ્વારા એક પરોપકારી પહેલ તરીકે સ્થાપિત કરાયેલી એક વિવિધ વિદ્યાશાખા ધરાવતી ઉચ્ચ શિક્ષણ સંસ્થા છે. આ સંસ્થા વિશ્વ સ્તરના વિદ્વાનો અને વિચારકોને એકસાથે લાવીને અને વિશ્વ-સ્તરીય શિક્ષણ તેમજ સંશોધન તથા નવીનતાની સંસ્કૃતિ થકી વિદ્યાર્થીને સમૃદ્ધ અનુભવ પૂરો પાડીને શ્રેષ્ઠ પરિણામોની શોધ માટે સમર્પિત છે.

આ પહેલ આઇ માટેની સાક્ષરતાને સૌ કોઈ માટે ઉપલબ્ધ બનાવે છે જેનાથી તેની પહોંચનું લોકશાહીકરણ થાય છે અને એઆઇ ક્રાંતિમાં કોઈ પાછળ ન રહી જાય તેની ખાતરી મળે છે.

What the AI Classroom Offers

Students will gain hands-on exposure to multiple AI tools across productivity, learning, and creativity. The program will help them:

• Understand AI fundamentals

• Summarize information and help them organise their study plans better

• Create designs, stories, and presentations

• Apply AI to solve real-life problems

How to Access the Course

• The course can be accessed only on Desktop or laptops. Anyone can access the course on any PC, desktop or laptop. The course can be accessed via http://www.jio.com/ai-classroom

• JioPC Users can access the course via desktop shortcut on the home screen.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)