વીજ ક્ષેત્રમાં કરેલા મોટા રોકાણોની ગૌતમ અદાણીએ સમીક્ષા કરી આમ જનતા પ્રથમના સંકલ્પને ફરી દોહરાવ્યો
અમદાવાદ, ૨૨ ફેબ્રુઆરી: ગૌતમ અદાણીએ રવિવારે ઝારખંડ અને બિહારમાં નિર્માણાધીન વિવિધ વીજ પ્રકલ્પોના સ્થળોની મુલાકાત લઈ વીજ ક્ષેત્રમાં કરેલા મુખ્ય રોકાણોની સમીક્ષા કરી હતી. લાંબા સમયથી નોંધપાત્ર ખનિજ સંસાધનો છતાં ઔદ્યોગિક વિકાસથી વંચિત મનાતા પૂર્વ ભારતમાં અદાણી સમૂહની વિસ્તરતી હાજરીને રેખાંકિત કરે છે.
ઝારખંડના આદિવાસી પ્રભુત્વ ધરાવતા ગોડ્ડા ખાતે ગૌતમ અદાણીએ ₹16,000 કરોડથી વધુના રોકાણ સાથે નિર્માણધિન 1600 મેગાવોટ (MW) અલ્ટ્રા-સુપરક્રિટિકલ થર્મલ પાવર પ્લાન્ટની કામગીરીની સમીક્ષા કરી હતી. આ સુવિધાના પરિણામે હજારો પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકોનું સર્જન થવા સાથે પ્રદેશમાં રેલ કનેક્ટિવિટી મજબૂત થઇ છે. આ પ્રકલ્પ મારફત સરહદ પારના બાંગ્લાદેશને લાંબા ગાળાના કરાર હેઠળ વીજળી પૂરી પાડવામાં આવી રહી હોવાથી પ્રકલ્પ આર્થિક દ્રષ્ટિએ મહત્વનો છે.
ઝારખંડના પડોશમાં આવેલા બિહારની અદાણીની એક દિવસની મુલાકાત દરમિયાન ભાગલપુર નજીક પીરપૈંટી ખાતે રુ. 27,000 કરોડના રોકાણથી નિર્માણ થઇ રહેલા 2400 મેગાવોટની ક્ષમતાના અદાણી સમૂહના અલ્ટ્રા-સુપરક્રિટિકલ પાવર પ્રકલ્પ આગામી ચારથી પાંચ વર્ષમાં કાર્યરત થવાની અપેક્ષા છે. આ પ્રકલ્પનો હેતુ રાજ્યમાં વધતી જતી ઔદ્યોગિક અને શહેરી માંગને ટેકો આપવાનો છે.
મુલાકાત દરમિયાન અદાણીએ ગોડ્ડાના પ્રકલ્પ સાથે સંકળાયેલા ઇજનેરો, ટેકનિશિયનો અને પાયાના કાર્યકરો સાથે વાતચીત કરવા ઉપરાંત નજીકના આદિવાસી સમુદાયોની મહિલાઓને પણ મળ્યા હતા.તેમણે આ સંવાદમાં સમૂહના વિવિધ ક્ષેત્રોમાં થઈ રહેલા વિસ્તરણની માહિતી આપતા લોકો પ્રત્યેની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)E (સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
