અમદાવાદ, 28જાન્યુઆરી: ગોપાલ સ્નેક્સ લિમિટેડ કંપનીએ તેની મુખ્ય પ્રોડક્ટ, ગાંઠિયા માટે “છોટી ભુખ કા બડા સોલ્યુશન” ટેગલાઇન હેઠળ એક નવું નેશનલ કૈમ્પેન શરૂ કર્યું છે. આ કૈમ્પેન, ગાંઠિયાને આટલાં વ્યાપક સ્તરે પ્રમોટ કરવાનો પહેલો મોટો પ્રયાસ છે, જે ભારતના સૌથી મનપસંદ નાસ્તામાંના એક તરીકે તેનો દરજ્જો દર્શાવે છે.

ગોપાલ સ્નેક્સ લિમિટેડ એ ગાંઠિયાની વિશ્વની સૌથી મોટી ઉત્પાદક કંપની છે. આ નવું કૈમ્પેન ગોપાલ ગાંઠિયાને ફક્ત “કોઈપણ સમયે” સ્નેક્સ તરીકે નહીં, પરંતુ “દરેક જીવનશૈલી” ના સ્નેક્સ તરીકે રજૂ કરે છે, જે વિવિધ ગ્રાહક સમુહો અને પરિસ્થિતિઓમાં રોજિંદા જીવનનો એક ભાગ છે.

આ કૈમ્પેન વિશે ગોપાલ સ્નેક્સના સીઈઓ રાજ હદવાણીએ જણાવ્યું હતું કે, “આ કૈમ્પેન, અમારા માટે એક સીમાચિહ્નરૂપ ઐતિહાસિક ક્ષણ છે. અમે ગાંઠિયા ઉત્પાદક તરીકે જ શરૂઆત કરી હતી.  આ કૈમ્પેન, ગોપાલ સ્નેક્સના ભાવિ માર્કેટિંગ પ્રયાસો માટે એક નવો બેંચમાર્ક સ્થાપિત કરે છે. ગાંઠિયા હજી પણ તેની મુખ્ય પ્રોડક્ટ છે, સાથે-સાથે કંપની પોતાની હાજરી વધારી રહી છે અને 85+ પ્રોડક્ટ્સ અને 320 SKUsના પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવી રહી છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)