અમદાવાદ,17 ફેબ્રુઆરી: ગ્રીન્ઝો એનર્જી ઇન્ડિયા લિમિટેડ અને અને લોર્ડ્સ માર્ક ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડએ ઉત્તર પ્રદેશમાં ગ્રીન હાઈડ્રોજન તથા રિન્યુએબલ એનર્જીનો પ્રોજેક્ટ્સ સંયુક્ત રીતે વિકસાવવા માટે સમજૂતી કરાર -MoU પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર હેઠળ બંને કંપનીઓ મળીને અંદાજે 60 મેગાવોટ ગ્રીન હાઈડ્રોજન ક્ષમતા વિકસાવશે. તેની સાથે સાથે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ સાથે જોડાયેલા સોલાર રૂફટોપ પ્રોજેક્ટ્સ પણ વિકસાવવામાં આવશે. આ પ્રોજેક્ટ્સ મુખ્યત્વે ગોરખપુર, અલીગઢ, ઝાંસી, અને લખનૌ જેવા જેવા વિસ્તારોમાં અમલમાં મૂકવામાં આવશે.

બંને કંપનીઓ વચ્ચેની ભાગીદારી અંતર્ગત ગ્રીન્ઝો એનર્જી ટેકનોલોજી તથા EPC-એન્જિનિયરિંગ, પ્રોક્યુરમેન્ટ અને કન્સ્ટ્રક્શન પાર્ટનર તરીકે કામગીરી કરશે. તેમાં પ્રોજેક્ટ માટેનું એન્જિનિયરિંગને લગતું કામકાજ, સામગ્રી ખરીદીનું કામકા જ અને બાંધકામ કરવાનું કામકાજ ગ્રીન્ઝો એનર્જી કરશે. તેમ જ તમામ પ્રોજેક્ટ્સને ચાલુ કરી આપવાના એટલે કે કમિશનિંગના કામકાજનો સમાવેશ થાય છે. લોર્ડ્સ માર્ક ઇન્ડસ્ટ્રીઝ પ્રોજેક્ટ ડેવલપર અને રોકાણકાર તરીકે નાણાંની વ્યવસ્થા કરશે. પ્રોજેક્ટ્સને લગતી નિયમનકારી મંજૂરી મેળવવાનું કામકાજ કરશે. તેમ જ પ્રોજેક્ટ વિકાસના લગતા વ્યાપારિક માળખું ઊભું કરવાની કામગીરી સંભાળશે.

આ સમજૂતી કરાર હેઠળ કંપનીઓ અંદાજે રૂ.2,000 કરોડથી વધુનું રોકાણ કરશે. કંપનીઓ વચ્ચેની ભાગીદારી ઉત્તર પ્રદેશમાં ગ્રીન હાઈડ્રોજન બનાવવા માટેના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવાની તથા ઉદ્યોગોમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવાની દિશામાં મદદરૂપ બનશે. આ બંને કંપનીઓએ મળીને લીધેલું આ અત્યંત મહત્વપૂર્ણ પગલું છે. આ સમજૂતી કરાર 5 વર્ષ માટે માન્ય રહેશે અને રાજ્યમાં આવનારા ગ્રીન હાઈડ્રોજન તથા રિન્યુએબલ એનર્જીના સેક્ટરમાં નવી તક નિર્માણ કરશે. તેમ જ આ સેક્ટરમાં સંયુક્ત ભાગીદારી કરવા માટેનું નવું માળખું ઊભું કરી  આપવામાં મદદ કરશે. 

ગ્રીન્ઝો ઇન્ડિયા લિમિટેડ એક અગ્રણી ક્લીન-ટેક કંપની છે. આ કંપની ભારતને ટકાઉ ગ્રીન હાઈડ્રોજન આધારિત ભવિષ્ય તરફ લઈ જવા પ્રતિબદ્ધ છે. ઇલેક્ટ્રોલાઈઝર્સ અને ઇન્ટિગ્રેટેડ હાઈડ્રોજન સિસ્ટમ્સના અગ્રણી ઉત્પાદક તરીકે, કંપની સ્વદેશી નવી ટેકનોલોજી, સ્કેલેબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઓછા ખર્ચે ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ભારતના લાંબા ગાળાના ડિકાર્બનાઇઝેશન લક્ષ્યોને અનુરૂપ હાઈડ્રોજન ઇકોસિસ્ટમ ઊભું કરવામાં કંપની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

લોર્ડ્સ માર્ક ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ એક વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત બિઝનેસ ગ્રુપ છે, જે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રિન્યુએબલ એનર્જી-ફરી ફરી પ્રાપ્ત કરી શકાતી ઊર્જા અને વ્યૂહાત્મક રોકાણોના સેક્ટરમાં સક્રિય છે. સ્ટેઈનેબલ ડેવલપમેન્ટ-ટકાઉ વિકાસ પર મજબૂત ધ્યાન આપવાની સાથે સાથે,જ કંપની મોટા પાયાના રિન્યૂએબલ એનર્જીના પ્રોજેક્ટ્સમાં ભાગીદારી કરીને પ્રાદેશિક આર્થિક વિકાસ અને એનર્જી ટ્રાન્ઝિશનમાં યોગદાન આપી રહી છે.