HDFC BANKએ સ્ટોરફ્રન્ટ ક્યુઆર ‘માય બિઝનેસ ક્યુઆર’નું અનાવરણ કર્યું
અમદાવાદ, 10 ઓક્ટોબર: એચડીએફસી બેંકે ગ્લોબલ ફિનટેક ફેસ્ટ (GFF) 2025 ખાતે માય બિઝનેસ ક્યુઆરના લૉન્ચની જાહેરાત કરી હતી.માય બિઝનેસ ક્યુઆર એ નાના બિઝનેસ માટે ભારતનો પ્રથમ કૉમર્સ આઇડેન્ટિટી ક્યુઆર છે. તેને વ્યાપારીફાઈની સાથે ભાગીદારીમાં બેંકની લોકપ્રિય સ્માર્ટહબ વ્યાપાર મર્ચન્ટ એપના વિસ્તરણ તરીકે લૉન્ચ કરવામાં આવ્યો છે,જેનો ઉપયોગ સમગ્ર દેશમાં 20 લાખથી વધારે વેપારીઓ દ્વારા કરવામાં આવે છે.
આ વિશિષ્ટ પ્રકારના ક્યુઆરમાં ભારતીયોની બે લોકપ્રિય ડિજિટલ ટેવ ક્યુઆર પેમેન્ટ્સ અને ચેટનું મિશ્રણ કરવામાં આવ્યું છે,જેથી કરીને ઓનલાઇન ખરીદીનો એન્ગેજમેન્ટ-આધારિત અનુકૂળ અનુભવ પૂરો પાડી શકાય. માય બિઝનેસ ક્યુઆરની મદદથી વેપારીઓ એક ડિજિટલ બિઝનેસ પ્રોફાઇલ બનાવી શકે છે, જે ઓનલાઇન વેપાર માટે તૈયાર સ્ટોરફ્રન્ટ તરીકે પણ કામ કરે છે. ગ્રાહકો વેપારીની બિઝનેસ પ્રોફાઇલને સીધી સ્કેન કરીને તેમના ફોનના કોન્ટેક્ટ્સમાં સેવ કરી શકે છે. ‘માય બિઝનેસ ક્યુઆર’ સર્ચ એન્જિન ઑપ્ટિમાઇઝ્ડ લિસ્ટિંગ દ્વારા વેપારીઓને વધુ ડિસ્કવરેબલ બનાવે છે,જેનાથી ગ્રાહકો સુરક્ષિત રીતે ઉત્પાદનો અને સેવાઓનો ઑર્ડર આપી શકે છે અને તરત જ ચૂકવણી પણ કરી શકે છે.
આ લૉન્ચની સાથે જHDFC બેંક અને વ્યાપારીફાઈ ભારતના વેપારીઓ માટે ડિજિટલ સમાવેશને આગળ વધારવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું લઈ રહ્યાં છે,જેનાથી નાના બિઝનેસ માટે ફક્ત પેમેન્ટ મેળવવાનું જ નહીંપરંતુ તેમની ડિજિટલ હાજરીનું નિર્માણ કરવાનું પણ સરળ બનશે.
GFF 2025માંએચડીએફસી બેંકે યુપીઆઈ અને ભારતના ડિજિટલ રૂપિયાને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલા નેક્સ્ટ-જનરેશન પેમેન્ટ સોલ્યુશન્સની શ્રેણી પણ રજૂ કરી હતી,જેથી રોજબરોજના ટ્રાન્ઝેક્શન્સને વધુ સરળ અને સુરક્ષિત બનાવી શકાય.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
