Left to Right (Mr. Rahul Shukla, VP & CSMO, Watches Division, Titan Company Limited, Ms. Inga Alexandrovna Duffy-Shorokhova, Marketing Head of Alexander Shorokhoff Uhrenmanufaktur GmbH, Mr. Alexander Shorokhov, CEO of Alexander Shorokhoff Uhrenmanufaktur GmbH)

નવી દિલ્હી, 16 માર્ચઃ ટાઇટન કંપની લિમિટેડની પ્રીમિયમ વૉચ બ્રાન્ડ હેલિયોસ લક્સે ભારતમાં એક્સેસિબલ લક્ઝરી વૉચ સેગમેન્ટમાં પોતાની આગેવાની વધુ મજબૂત બનાવી છે, જ્યાં આ કેટેગરીમાં લગભગ 46 ટકા વૃદ્ધિ નોંધાઈ છે. વૈશ્વિક બ્રાન્ડ્સ સાથે વિશિષ્ટ ભાગીદારી વધારવાની પોતાની વ્યૂહરચનાને આગળ વધારતા હેલિયોસ લક્સે હવે જર્મનીના સ્વતંત્ર વૉચમેકર એલેક્ઝાન્ડર શોરોખોફ સાથે વિશિષ્ટ સહયોગની જાહેરાત કરી છે. એલેક્ઝાન્ડર શોરોખોફ તેની લિમિટેડ એડિશન ઘડિયાળો માટે જાણીતી છે જે અવાં-ગાર્ડ આર્ટને મિકેનિકલ કારીગરીના કેન્દ્રમાં રાખે છે. છેલ્લા 18 મહિનામાં હેલિયોસ લક્સે ભારતના બજારમાં 5 એક્સક્લુઝિવ અને 7 અન્ય આંતરરાષ્ટ્રીય વૉચ બ્રાન્ડ્સ રજૂ કરી છે.

આ દિશામાં એલેક્ઝાન્ડર શોરોખોફનું ભારતમાં આગમન હેલિયોસ લક્સની વ્યૂહરચના સાથે સંપૂર્ણ રીતે સુસંગત છે. બ્રાન્ડના સ્થાપક એલેક્ઝાન્ડર શોરોખોફની “આર્ટ ઓન ધ રિસ્ટ” ફિલોસોફી અનુસાર ઘડિયાળ બનાવવાનું કાર્ય માત્ર ટેકનિકલ કુશળતા નહીં, પરંતુ એક સાંસ્કૃતિક અભિવ્યક્તિ તરીકે જોવામાં આવે છે. આ અભિગમમાં જર્મન એન્જિનિયરિંગની ચોકસાઈ અને સાહસિક કલાત્મક અભિવ્યક્તિનું અનોખું સંયોજન જોવા મળે છે. આ કલેકશનમાં ખાસ ધ્યાન ખેંચનાર મોડલ Kandy Avantgarde 2 છે, જે પ્રખ્યાત કલાકાર વેસિલિ કેન્ડિસ્કીની એબ્સ્ટ્રેક્ટ કળાથી પ્રેરિત છે. વિશ્વભરમાં માત્ર 100 પીસ સુધી મર્યાદિત આ ઘડિયાળમાં આકર્ષક જ્યોમેટ્રિક ડાયલ અને તેજસ્વી રંગોની રચના છે, જે બ્રાન્ડની કલાત્મક ઓળખને દર્શાવે છે. આ હેલિયોસ લક્સ દ્વારા રજૂ કરવામાં આવતી દુલર્ભ અને વ્યક્તિગત નંબર ધરાવતી મિકેનિકલ ઘડિયાળોની વિશિષ્ટ શ્રેણીનો એક ભાગ છે, જે ખાસ કરીને ઘડિયાળ કલેક્ટર્સને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.

આ લોન્ચ અંગે ટાઇટન કંપની લિમિટેડના વૉચીસ ડિવિઝનના સીએસએમઓ અને વીપી રાહુલ શુક્લાએ જણાવ્યું હતું કે હેલિયોસ લક્સ મારફતે આ બ્રાન્ડનું ભારતમાં આગમન સાંસ્કૃતિક મૂળ ધરાવતી અને વિચારીને બનાવાયેલી વૈશ્વિક બ્રાન્ડ્સ રજૂ કરવાની અમારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે. સ્વતંત્ર બ્રાન્ડ્સ પ્રત્યે વધતી માંગને ધ્યાનમાં રાખીને અમે આગામી નાણાંકીય વર્ષમાં મેટ્રો શહેરો અને પસંદગીના ટિયર-1 શહેરોમાં 45 હેલિયોસ લક્સ બૂટિક્સ સ્થાપવાની યોજના ધરાવીએ છીએ.

આ અંગે Alexander Shorokhoff Uhrenmanufaktur GmbH ના સીઈઓ એલેક્ઝાન્ડર શોરોખોફે જણાવ્યું હતું કે, ભારત અમારા માટે એક નવા અને ઉત્સાહજનક અધ્યાયની શરૂઆત છે.

ભારતમાં એલેક્ઝાન્ડર શોરોખોફના લોન્ચ સાથે આધુનિક, વિન્ટેજ પ્રેરિત તથા જટિલતા પ્રેરિત રચનાઓનો 16 લિમિટેડ એડિશન ઘડિયાળોનો ખાસ તૈયાર કરેલો પોર્ટફોલિયો રજૂ કરવામાં આવ્યો છે, જેમાં Kandy Avantgarde 2, Winter, Sixtythree, Neva Brown, Neva Chrono, Full Calendar Cadamomo, Shar, Swan Lake Alarm, Lucky 8, Crazy Eyes Chrono, Flensi, Happy Second અને Emotion Due જેવા મોડલ્સનો સમાવેશ થાય છે. આ ઘડિયાળોમાં ઓટોમેટિક, હેન્ડ-વાઉન્ડ અને ક્રોનોગ્રાફ મૂવમેન્ટ સાથે બ્રાન્ડના ઇન-હાઉસ હેન્ડ એન્ગ્રેવિંગ અને રિફાઇન્ડ ફિનિશિંગ જોવા મળે છે. મોટાભાગના મોડલ્સ વિશ્વભરમાં માત્ર 30 થી 100 પીસ સુધી મર્યાદિત છે. બ્રાન્ડની “વન મેન, વન વૉચ” ફિલોસોફી અનુસાર દરેક ઘડિયાળ હાથેથી બનાવવામાં આવે છે અને અલગ અલગ રીતે નંબર આપવામાં આવે છે. ભારતમાં આ કલેકશન માત્ર 6 હેલિયોસ લક્સ બૂટિક્સમાં એક્સક્લુઝિવલી ઉપલબ્ધ રહેશે.