બેંગાલુરુ, 13 જૂન: જના સ્મોલ ફાઇનાન્સ બેંક (જના SFB) એ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)માં એક ઔપચારિક અરજી કરીને યુનિવર્સલ બેંકમાં પરિવર્તિત થવા માટેની મંજૂરી માંગી છે.

જના સ્મોલ ફાઇનાન્સ બેંકના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ અજય કંવલે જણાવ્યું હતું કેયુનિવર્સલ બેંક બનવાથી અમે વ્યાપક શ્રેણીની સેવાઓ પૂરી પાડી શકીશું અને ઊભરતા તથા આત્મનિર્ભર ભારતની અગ્રણી બેંક બની શકીશું.

2017માં SFBનું લાઇસન્સ મળ્યું ત્યારથી જના બેંકે વ્યક્તિઓ, MSME અને સંસ્થાનો માટે ખાસ ડિપોઝીટ્સ, લોન અને ફાઇનાન્શિયલ સર્વિસીઝમાં મજબૂત પોર્ટફોલિયો બનાવ્યો છે. વધતા ડિપોઝીટ આધાર, દેશભરમાં હાજરી, ડિજિટલ સર્વિસીઝ અને મજબૂત એસેટ ક્વોલિટી ટ્રેક રેકોર્ડ સાથે બેંક માને છે કે તેની પ્રગતિમાં હવે આગળ વધવા માટે તે સારી સ્થિતિમાં છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)